મોરબીની વાવડી ચોકડીએ ટ્રાફિક સમસ્યા કાયમી ઉકેલ લાવવા એસપીને રજૂઆત મોરબીની હરિહરનગર સોસાયટીમાં ગીતા જયંતીની ઉજવણી કરાઇ મોરબીના રવાપર ગામે તબેલામા રાખેલ મગફળીના ભુક્કામાં આગ લગતા દોડધામ મોરબી પાલિકાના મોટા બાકીદારોનું ત્રીજું લિસ્ટ જાહેર: 21 આસામી ડીફોલ્ટર મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે આરોગ્ય મિત્ર પ્રશિક્ષણ કાર્યક્રમનું આયોજન મોરબી સાર્થક વિદ્યામંદિર ખાતે ગીતા જયંતિની ઉજવણી કરાઇ મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટ દ્રારા ધુનડા(ખા.) ના ચકચારી વ્યાજ વટાવ કેસમાં બે નો જામીન ઉપર છુટકારો મોરબીમાં ગીતા જયંતી મહોત્સવ અને અપાર આઈડી બાબતે વાલી મિટિંગ યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વિદ્યાર્થીઑના આરટીઇ ફાર્મ ભરી આપવામાં આવશે


SHARE











મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વિદ્યાર્થીઑના આરટીઇ ફાર્મ ભરી આપવામાં આવશે

હાલમાં ધો.૧ માં પ્રવેશ લેતા વિદ્યાર્થીઓના આરટીઇના ફોર્મ ભરવામાં આવી રહ્યા છે ત્યારે વિદ્યાર્થીના વાલીઓને બિન જરૂરી ખર્ચા ન કરવા પડે તે માટે મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા બધા સમાજના ગરીબ વાલીઓના બાળકોના ફાર્મ ભરી આપવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે

રાજ્ય સરકાર દ્વારા રાઈટ ટૂ એજ્યુકેશન હેઠળ ધોરણ ૧ માં પ્રવેશ લેતા વિદ્યાર્થીઓના શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માટે ફોર્મ ભરવામાં આવી રહ્યા છે ત્યારે જે બાળકના તારીખ ૩૧-૫-૨૧ સુધીમાં ૫ વર્ષ પુરા થતા હોય તે બાળકનું ફોર્મ ભરી શકાય છે અને પોતાની મનપસંદ ગુજરાતી અને અંગ્રેજી (ખાનગી શાળા)માં પ્રવેશ લઈ શકે છે અને ધોરણ ૧ થી ૮ સુધી તે બાળકને વિના મૂલ્યે ભણવા મળશે હાલમાં ઓનલાઇન અરજી ફોર્મ ભરવામાં આવે છે અને તારીખ ૨૫/૦૬ થી ૦૫/૦૭ સુધી જિલ્લા કક્ષાએ અરજી ફોર્મ ચકાસણી કરી એપ્રુવ-રિજેક્ટ કરવામાં આવશે અને તારીખ ૬/૭ થી ૧૦/૭ સુધીમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ જાહેર કરવામાં આવશે

અરજી માટેના જરૂરી ડોક્યુમેન્ટ બાળકનું જન્મનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો (આધાર કાર્ડ, પાસપોર્ટ, લાઇટબીલ, રેશન કાર્ડ, રજીસ્ટર્ડ ભાડા કરાર), બાળક અને માતા-પિતાનું આધાર કાર્ડ, સક્ષમ અધિકારીનો જાતિ નો દાખલો, સક્ષમ અધિકારીનો આવકનો દાખલો તા.૧-૪-૧૯ પછીનો, ગ્રામ્ય વિસ્તાર માટે, ,૨૦,૦૦૦ શહેરી વિસ્તાર માટે ૧,૫૦,૦૦૦, બાળક અથવા વાલીની બેંક પાસબુક, બાળક આંગળવાડી માં અભ્યાસ કરેલ છે એ મતલબ ?નું સક્ષમ અધિકારી નું પ્રમાણપત્ર, ૦ થી ૨૦ ના સ્કોર વાળો બી.પી.એલ. કાર્ડ(લાગુ પડે તો), પાસપોર્ટ સાઈઝ ફોટો, માતા-પિતા ની સહીનો નમૂનો આપવાનો રહેશે અને પ્રવેશ મેળવવા માટે બાળકના વાલીઓ https://rte.orpgujarat.com/ વેબસાઈટ પર  તારીખ ૨૫/૦૬/૨૧ થી તારીખ ૦૫/૦૭/૨૧ ઓનલાઈન ફોર્મ ભરી શકશે ત્યારે મોરબીના રબારી વાસમાં ક્રિષ્ના પાન સામે યંગ ઇન્ડિયા ગ્રુપની ઓફીસ ખાતે સાંજે ૭ થી ૧૧ કલાક સુધી ફોમ ભરી આપવામાં આવશે અને વધુ માહિતી માટે મોબાઈલ ૮૦૦૦૮ ૨૭૫૭૭ અને ૮૧૬૦૧ ૮૨૯૪૨ ઉપર સંપર્ક કરવાનો રહેશે




Latest News