મોરબી BAMS એસો.ના પ્રમુખ પદે ડો. જીતેશ ડઢાણીયા-ઉપપ્રમુખ પદે ડો. મિલન જેતપરિયા યથાવત્ મોરબીમાં BAMS ડોક્ટર એસો., વૈદ્યસભા તથા બીજેપી ડોક્ટર સેલ દ્વારા ધનતેરસે પૂજનનો કાર્યક્રમ યોજાયો મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપે તહેવારમાં ઇમરજન્સી સેવા માટે ખડેપગે ઊભા રહેતા કર્મવીરો સાથે ઉજવી દિવાળી ટંકારા તાલુકામાં વ્યાજના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા સુખપર (રોહા) ખાતે સ્નેહમિલન-લોકડાયરાનું આયોજન મોરબીમાં લીલાપરથી ઉમિયા સર્કલ સુધીના બન્ને રોડ વન-વે: દલવાડી સર્કલથી લીલાપર અને ભક્તિનગરથી ઉમિયા સર્કલ સુધી દિવસે ભારે વાહનોની પ્રવેશ બંધી મોરબી ખાતે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ અને બોયઝના ૧૧૮ બાળકોએ પોલીસ હેડક્વાર્ટર અને એસ.પી. કચેરીની લીધી મુલાકાત મોરબીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વિદ્યાર્થીઑના આરટીઇ ફાર્મ ભરી આપવામાં આવશે


SHARE









મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વિદ્યાર્થીઑના આરટીઇ ફાર્મ ભરી આપવામાં આવશે

હાલમાં ધો.૧ માં પ્રવેશ લેતા વિદ્યાર્થીઓના આરટીઇના ફોર્મ ભરવામાં આવી રહ્યા છે ત્યારે વિદ્યાર્થીના વાલીઓને બિન જરૂરી ખર્ચા ન કરવા પડે તે માટે મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા બધા સમાજના ગરીબ વાલીઓના બાળકોના ફાર્મ ભરી આપવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે

રાજ્ય સરકાર દ્વારા રાઈટ ટૂ એજ્યુકેશન હેઠળ ધોરણ ૧ માં પ્રવેશ લેતા વિદ્યાર્થીઓના શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માટે ફોર્મ ભરવામાં આવી રહ્યા છે ત્યારે જે બાળકના તારીખ ૩૧-૫-૨૧ સુધીમાં ૫ વર્ષ પુરા થતા હોય તે બાળકનું ફોર્મ ભરી શકાય છે અને પોતાની મનપસંદ ગુજરાતી અને અંગ્રેજી (ખાનગી શાળા)માં પ્રવેશ લઈ શકે છે અને ધોરણ ૧ થી ૮ સુધી તે બાળકને વિના મૂલ્યે ભણવા મળશે હાલમાં ઓનલાઇન અરજી ફોર્મ ભરવામાં આવે છે અને તારીખ ૨૫/૦૬ થી ૦૫/૦૭ સુધી જિલ્લા કક્ષાએ અરજી ફોર્મ ચકાસણી કરી એપ્રુવ-રિજેક્ટ કરવામાં આવશે અને તારીખ ૬/૭ થી ૧૦/૭ સુધીમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ જાહેર કરવામાં આવશે

આ અરજી માટેના જરૂરી ડોક્યુમેન્ટ બાળકનું જન્મનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો (આધાર કાર્ડ, પાસપોર્ટ, લાઇટબીલ, રેશન કાર્ડ, રજીસ્ટર્ડ ભાડા કરાર), બાળક અને માતા-પિતાનું આધાર કાર્ડ, સક્ષમ અધિકારીનો જાતિ નો દાખલો, સક્ષમ અધિકારીનો આવકનો દાખલો તા.૧-૪-૧૯ પછીનો, ગ્રામ્ય વિસ્તાર માટે, ૧,૨૦,૦૦૦ શહેરી વિસ્તાર માટે ૧,૫૦,૦૦૦, બાળક અથવા વાલીની બેંક પાસબુક, બાળક આંગળવાડી માં અભ્યાસ કરેલ છે એ મતલબ ?નું સક્ષમ અધિકારી નું પ્રમાણપત્ર, ૦ થી ૨૦ ના સ્કોર વાળો બી.પી.એલ. કાર્ડ(લાગુ પડે તો), પાસપોર્ટ સાઈઝ ફોટો, માતા-પિતા ની સહીનો નમૂનો આપવાનો રહેશે અને પ્રવેશ મેળવવા માટે બાળકના વાલીઓ https://rte.orpgujarat.com/ વેબસાઈટ પર  તારીખ ૨૫/૦૬/૨૧ થી તારીખ ૦૫/૦૭/૨૧ ઓનલાઈન ફોર્મ ભરી શકશે ત્યારે મોરબીના રબારી વાસમાં ક્રિષ્ના પાન સામે યંગ ઇન્ડિયા ગ્રુપની ઓફીસ ખાતે સાંજે ૭ થી ૧૧ કલાક સુધી ફોમ ભરી આપવામાં આવશે અને વધુ માહિતી માટે મોબાઈલ ૮૦૦૦૮ ૨૭૫૭૭ અને ૮૧૬૦૧ ૮૨૯૪૨ ઉપર સંપર્ક કરવાનો રહેશે




Latest News