હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

મોરબીમાં જાહેરમાં જુગાર રમતા પાંચ પતાપ્રેમી પકડાયા


SHARE







મોરબીમાં જાહેરમાં જુગાર રમતા પાંચ પતાપ્રેમી પકડાયા

મોરબીના વીસીપરા વિસ્તારમાં રમેશ કોટન મીલની ચાલી પાસે જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી પાંચ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 7250 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.

મોરબીના વીસીપરા વિસ્તારમાં રમેશ કોટન મીલની ચાલીમાં જાહેરમાં જુગાર રમતાઓની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ભીખાભાઈ આસમભાઈ સુમરા (42), ઈસ્માઈલભાઈ કાસમભાઇ સુમરા (63), આદમભાઈ કાસમભાઇ સુમરા (44), ફિરોજભાઈ તૈયબભાઈ સુમરા (40) અને રાજેશભાઈ ચતુરભાઈ રાઠોડ (51) રહે.બધા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 7250 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.
મહિલા સારવારમાં
હળવદના ઘનશ્યામપુર ગામે રહેતા સમતાબેન દેવરાજભાઈ લીંબોલા નામની ૩૭ વર્ષની મહિલા બાઇકમાં બેસીને જતા હતા ત્યારે રસ્તામાં બાઇક આડે અચાનક ખૂંટીયો આડો ઉતરતા વાહન સ્લીપ થતાં ઇજા પામેલા હોય અત્રે આયુષ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.જ્યારે હળવદ ખાતે રહેતા ભાવેશભાઈ હિરાલાલ નામમાં ૩૫ વર્ષના યુવાનને હળવદની પાર્થ હોટલ પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજા થતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.તેમજ વાંકાનેરના રાતાવિરડા ગામે ઘરે મારામારીના બનાવમાં ઈજા થતા રશ્મિતાબેન સુનિલભાઈ બેરા નામની ૩૦ વર્ષની મહિલાને સારવાર માટે અત્રે લાવવામાં આવી હતી.તેમ પોલીસએ જણાવેલ છે.અને બનાવ અંગે આગળની તપાસ માટે વાંકાનેર પોલીસને જાણ કરવામાં આવી હતી.






Latest News