હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં જુદીજુદી 3 તાલુકા પંચાયતમાં આપના 6 ઉમેદવારો વિજેતા બન્યા


SHARE







મોરબી જિલ્લામાં જુદીજુદી 3 તાલુકા પંચાયતમાં આપના 6 ઉમેદવારો વિજેતા બન્યા

મોરબી જિલ્લામાં યોજાયેલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પણ ઉમેદવારો ઊભા રાખ્યા હતા અને મોરબી જિલ્લાની જુદી જુદી તાલુકા પંચાયતોમાં કુલ મળીને છ બેઠકો ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવારો વિજય થતા મોરબી જિલ્લામાં આમ આદમી પાર્ટીનું ખાતું ખુલ્યું છે તેવું કહીએ તો તેમાં અતિશયોક્તિ નથી.

મોરબી જિલ્લા પંચાયત, મોરબી મહાનગરપાલિકા, પાંચ તાલુકા પંચાયત અને ત્રણ નગરપાલિકા આમ કુલ મળીને 10 જેટલી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ માટે ચૂંટણી યોજાઈ હતી અને તેની આજે મત ગણતરી પૂર્ણ થયેલ છે જેમાં આમ આદમી પાર્ટી દ્વારા મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો ઉપરાંત મોરબી તાલુકા અને જિલ્લાની જુદી જુદી બેઠકો ઉપર તેના ઉમેદવારોને ઉભા રાખવામાં આવ્યા હતા જેથી કરીને ઘણી બેઠકો ઉપર ત્રિપાંખીયો જંગ હોય તે પ્રકારનો ઘાટ જોવા મળ્યો હતો. જોકે મતગણતરી પૂર્ણ થઈ છે ત્યારે હળવદ તાલુકા પંચાયતની ચાર બેઠકો, મોરબી તાલુકા પંચાયતની એક બેઠક અને માળિયા તાલુકા પંચાયતની એક બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવારોનો વિજય થયો છે આમ જુદી જુદી ત્રણ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની અંદર આમ આદમી પાર્ટીના કુલ મળીને છ જેટલા ઉમેદવારો વિજેતા બનતા મોરબી જિલ્લામાં આમ આદમી પાર્ટીનું ખાતું ખુલ્યું છે.






Latest News