મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

ચૂંટણીમાં સત્તાનો દુરુપયોગ કર્યો નથી, ટપોરીઓનો ઉપયોગ કર્યો નથી તો પણ કાર્યકર્તાઓની મહેનતથી ભાજપનો ઝળહળતો વિજય થયો: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા


SHARE







મોરબી માળિયા વિધાનસભા બેઠકમાં આવતી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ભાજપના ઉમેદવારોનો વિજય થયો છે ત્યારે આજે મોરબીમાં રહેતા રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસ્થાન ઉમાટાઉનશીપ ખાતે તમામ ભાજપના વિજેતા ઉમેદવારોનો સન્માન સમારોહ યોજાયો હતો અને આગામી પાંચ વર્ષ સુધી ભ્રષ્ટાચાર વગર સારામાં સારા કામ મોરબી અને માળીયા શહેર તથા તાલુકા વિસ્તારમાં કરવા માટેની તેઓએ ટકોર કરી હતી અને ખાસ કરીને તે કહ્યું હતું કે આ ચૂંટણીની અંદર નથી સત્તાનો દુરુપયોગ કર્યો, નથી કોઈ ટપોરીનો ઉપયોગ કર્યો તેમ છતાં પણ ભાજપનો ઝળહળતો વિજય થયો છે.

મોરબી જિલ્લા પંચાયત, મોરબી મહાનગરપાલિકા, પાંચ તાલુકા પંચાયત અને ત્રણ નગરપાલિકા આમ કુલ મળીને 10 સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ માટે થઈને ચૂંટણી યોજાઈ હતી આ ચૂંટણીમાં મોરબી મહાનગરપાલિકાની 52 એ 52 બેઠક ઉપર ભાજપના ઉમેદવારોનો વિજય થયો છે જ્યારે મોરબી જિલ્લા પંચાયતની મોરબી તાલુકા વિસ્તારમાં આવતી અને માળિયા વિસ્તારમાં આવતી 8 બેઠકોમાંથી 7 બેઠકો ઉપર ભાજપના ઉમેદવારોનો વિજય થયો છે તે ઉપરાંત માળિયા તાલુકા પંચાયત અને મોરબી તાલુકા પંચાયતમાં પણ ભાજપને બહુમતી મળી છે તેમજ માળિયા નગરપાલિકામાં ભાજપના 7 ઉમેદવારોનો વિજય થયો છે ત્યારે ભાજપના તમામ વિજેતા ઉમેદવારોનો આજે મોરબીમાં ઉમા ટાઉનશીપ ખાતે રહેતા રાજ્યમંત્રી અને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના નિવાસ્થાન ખાતે અભિનંદન સમારોહ યોજાયો હતો જેમાં મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, મોરબી જિલ્લા ભાજપના પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેના, લાખાભાઈ જારીયા, પ્રદીપભાઈ વાળા, મોરબી સિરામિક એસો.ના પ્રમુખ મનોજભાઈ એરવાડીયા, માજી પ્રમુખ નિલેશભાઈ જેતપરિયા, હરેશભાઈ બોપલિયા સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા અને તમામ ચૂંટાયેલા સદસ્યોનું અભિવાદન કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓને ટકોર કરતા કહ્યું હતું કે પાર્ટીને સારા માણસો જોઈએ છે, વફાદાર માણસો જોઈએ છે માટે તમને પાંચ વર્ષ મળ્યા છે તેનો સદઉપયોગ કરીને સારામાં સારી કામગીરી કરો અને ભ્રષ્ટાચાર ન કરો તેવી ટકોર કરી હતી અને ખાસ કરીને તેઓ એવું પણ કહ્યું હતું કે ચૂંટણીમાં આ વખતે નથી કોઈ સત્તાનો ઉપયોગ કર્યો, નથી કોઈ ટપોરીનો ઉપયોગ કર્યો તેમ છતાં પણ મોરબી માળિયા વિધાનસભા બેઠકમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની અંદર ભાજપનો વિજય થયો છે આ ભાજપના કાર્યકર્તાઓએ કરેલી મહેનતનું પરિણામ છે જેથી હવે ભાજપના કાર્યકર્તાઓને કોઈનું ફિલ્ડમાં સાંભળવું ન પડે તેવી કામગીરી કરવાની જવાબદારી ચૂંટાયેલા દરેક સભ્યોની છે.






Latest News