મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ-સ્કાય મલ્ટિપ્લેક્સ દ્વારા વડીલો-યુવાનો માટે ગુજરાતી ફિલ્મનો શો યોજાયો હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો મોરબીના વોર્ડ નં 4-6 માં વિઝિબલ કલીનલિનેસ અંતર્ગત સ્થળ નિરીક્ષણ કરતાં ડેપ્યુટી મેયર મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં સરકાર અને અદાણી વિરુદ્ધ કિન્નરો અને મહિલાઓએ લીધા છાજીયા મોરબી જિલ્લા પંચાયત ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં જિલ્લા-તાલુકાનાં પદાધિકારીઓ-સભ્યોની ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાએ લીધી એલ.ઈ. કોલેજની મુલાકાત મોરબીમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને મવડાની વિકાસ યોજના માટે સ્ટેક હોલ્ડર બેઠક યોજાઈ અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં મોલ, મલ્ટીપ્લેક્ષ, પેટ્રોલપંપ સહિતના સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવા જાહેરનામું પ્રસિધ્ધ


SHARE







મોરબી જીલ્લામાં મોલ, મલ્ટીપ્લેક્ષ, પેટ્રોલપંપ સહિતના સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવા જાહેરનામું પ્રસિધ્ધ

મોરબી જિલ્લામાં હાઇવે, જાહેર માર્ગો, એટીએમ સેન્ટર્સ, બેંકો, મંદિરો, પેટ્રોલ પંપ, સોના-ચાંદી-ડાયમંડના કિંમતી ઝવેરાતના શો-રૂમ, બિગ બાઝાર જેવા શોપીંગ મોલ, મલ્ટીપ્લેક્ષ થીએટર, એલ.પી.જી.-પેટ્રોલ-ડીઝલના પેટ્રોલિયમ કંપનીના સ્ટોરેજ ડેપોના પ્રવેશદ્વાર પર સિકયુરીટી મેનની ફરજ પર વ્યક્તિની નિયુક્તિ કરવા અંગે તેમજ સીસીટીવી કેમેરા લગાવવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે.ખાચર, મોરબી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

આ જાહેરનામામાં જણાવ્યા અનુસાર, મોરબી જિલ્લામાં સમાવિષ્ટ તમામ બેંકો, તમામ એ.ટી.એમ. (A.T.M.) સેન્ટરો, સોના-ચાંદી-ડાયમંડના કિંમતી ઝવેરાતના શો-રૂમ તથા બિગ બાઝાર જેવા શોપીંગ મોલ, મલ્ટીપ્લેક્ષ થીએટર, એલ.પી.જી.-પેટ્રોલ-ડીઝલના પેટ્રોલીયમ કંપનીના સ્ટોરેજ ડેપોના પ્રવેશદ્વાર પર સિકયુરીટી મેનની ફરજ પર નિયુક્તિ કરવા અંગે તેમજ મુખ્ય પ્રવેશદ્વારો પર તથા બહાર નીકળવાના દ્વાર પર રોડ પરથી પ્રવેશ કરનાર અને બહાર નીકળનારના રોડ સુધીના રેકોર્ડીંગ સ્પષ્ટ રીતે પ્રાપ્ત થઈ શકે તે રીતે રીસેપ્શન કાઉન્ટર, લોબી, બેઝમેન્ટ, પાર્કિંગની જગ્યાઓ, જાહેર પ્રજા માટે જયાં પ્રવેશ હોય ત્યાં તમામ જગ્યાઓ આવરી લેવામાં આવે તેટલી સંખ્યામાં સી.સી.ટી.વી. કેમેરાની વ્યવસ્થા કરવાની રહેશે.

આ ઉપરાંત હાઈવે પર આવેલા તમામ પેટ્રોલ પંપના ફીલીંગ સ્ટેશન પર, પેટ્રોલ પંપની આજુબાજુમાં આવેલી દુકાનો પર ગાડીના નંબર અને ગાડીના ડ્રાઈવર તથા ડ્રાઈવરની બાજુમાં બેસેલા વ્યકિતઓનું રેર્કોડીંગ થઈ શકે તે રીતે હાઈડેફીનેશનવાળા નાઈટ વિઝન ધરાવતા સી.સી.ટી.વી. કેમેરા રાખવાના રહેશે. તમામ હોટલના ભોજનકક્ષ અને હોટલની આજુબાજુમાં આવેલી દુકાનો પર ગાડીના નંબર દેખાય તે રીતે તથા ભોજનકક્ષમાં બેઠેલા તમામ વ્યકિતનું રેર્કોડીંગ થઈ શકે તેમજ હોટલમાં આવતી-જતી તમામ વ્યકિતઓનું રેર્કોડીંગ થઈ શકે તે રીતે હાઈ-ડેફીનેશનવાળા નાઈટ વિઝન ધરાવતા સી.સી.ટી.વી. કેમેરા રાખવાના રહેશે. મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં આવેલી દરેક હોટલ, સિનેમાહોલ, મોટા મંદિરો, સાયબર કાફેમાં સારી કવોલીટીના સી.સી.ટી.વી. કેમેરા લગાવવાના રહેશે. સી.સી.ટી.વી. કેમેરા સતત ૨૪ કલાક ચાલુ રહે તે જોવાની જવાબદારી જે-તે માલિકો/ વહીવટકર્તાઓની રહેશે.

સી.સી.ટી.વી. કેમેરાનું રેર્કોડીંગ ઓછામાં ઓછા ૩૦ દિવસ સુધી રાખવા માટે પણ આ જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે. તેમજ બિલ્ડિંગના બહારના ભાગે પી.ટી.ઝેડ. કેમેરા લગાવવાના રહેશે. તમામ પાર્કિંગની જગ્યામાં સંપૂર્ણ જગ્યાનું કવેરજ થાય તે રીતે કેમેરા ગોઠવવાના રહેશે. આ ઉપરાંત જિલ્લામાં નવા શરૂ થતાં એકમોએ ઉપરોક્ત વ્યવસ્થા કર્યા બાદ જ કામધંધો શરૂ કરવાનો રહેશે. આ જાહેરનામું આગામી તારીખ ૩૦/૦૬/૨૦૨૬ સુધી અમલમાં રહેશે. ઉક્ત પ્રતિબંધાત્મક હુકમ મોરબી જિલ્લામાં આવેલી સરકારી સંસ્થાઓ, સરકારી કચેરીઓને લાગુ પડશે નહીં. આ જાહેરનામાનો ભંગ કરનારી વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર બનશે.






Latest News