મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ-સ્કાય મલ્ટિપ્લેક્સ દ્વારા વડીલો-યુવાનો માટે ગુજરાતી ફિલ્મનો શો યોજાયો હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો મોરબીના વોર્ડ નં 4-6 માં વિઝિબલ કલીનલિનેસ અંતર્ગત સ્થળ નિરીક્ષણ કરતાં ડેપ્યુટી મેયર મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં સરકાર અને અદાણી વિરુદ્ધ કિન્નરો અને મહિલાઓએ લીધા છાજીયા મોરબી જિલ્લા પંચાયત ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં જિલ્લા-તાલુકાનાં પદાધિકારીઓ-સભ્યોની ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાએ લીધી એલ.ઈ. કોલેજની મુલાકાત મોરબીમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને મવડાની વિકાસ યોજના માટે સ્ટેક હોલ્ડર બેઠક યોજાઈ અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું
Breaking news
Morbi Today

મોરબીના જૂના ખારચિયા, ઓમનગર અને રામનગરમાં બસ સ્ટેન્ડ બનાવવાની માંગ


SHARE







મોરબીના જૂના ખારચિયા, ઓમનગર અને રામનગરમાં બસ સ્ટેન્ડ બનાવવાની માંગ

મોરબીના જૂના ખારચિયા, ઓમનગર અને રામનગરમાં બસ સ્ટેન્ડની સુવિધા નથી જેથી કરીને મુસાફરોને હેરાન થવું પડે છે માટે ખારચીયા ગ્રામ પંચાયતના સદસ્ય દ્વારા ધારાસભ્યને રજૂઆત કરીને બસ સ્ટેશન બનાવવાની માંગ કરવામાં આવેલ છે.

ખારચીયા ગ્રામ પંચાયતના સદસ્ય જાડેજા સુરપાલસિંહધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાને રજૂઆત કરી છે કે, તેઓના ગામ જૂના ખારચિયા તેમજ ઓમનગર અને રામનગરમાં બસ સ્ટેન્ડની સુવિધા નથી તો ગ્રામજનોને બહારગામ  જતી વખતે ચોમાસુ અને ઉનાળોમાં રસ્તા પર ઊભા રહેવું પડે છે જેથી કરીને સગર્ભા મહિલા, વૃદ્ધ સહિતના લોકોને હેરાન થવું પડે છે. અને બેસવા માટે ક્યાંય કોઈ સુવિધા નથી જેથી લોકોને ઘણી તકલીફ પડે છે. છેલ્લા ત્રણ વર્ષથી આ ત્રણેય ગામના લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જેથી વહેલી તકે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ત્રણેય ગામમાં બસ સ્ટેન્ડ બનાવી આપવામાં આવે તેવી માંગ કરી છે.






Latest News