મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબીની કોર્ટમાંથી અપહરણ, દુષ્કર્મ અને પોકસોના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો


SHARE









મોરબીની કોર્ટમાંથી અપહરણ, દુષ્કર્મ અને પોકસોના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો

ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ સગીરાના અપહરણ, દુષ્કર્મ અને પોકસોના ગુનામાં પકડાયેલ આરોપી સામેનો કેસ મોરબીની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં આરોપીના વકીલે કરેલી દલીલોને ધ્યાને રાખીને કોર્ટે આરોપીને નિર્દોષ છોડી મુકવા હુકમ કરેલ છે

આ કેશની હકીકત એવી છે કે, આરોપી ગુડુભાઇ ઠકુરસિંગ મોહનીયા, રહે. માતા ફળીયા, અરળીગામ (એમપી) વાળા સામે ફરીયાદીની સગીર વયની ભોગબનનાર દિકરીને ફરીયાદીના કાયદેશરના વાલીપણામાંથી લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી લઇ જઇને ભોગબનનારને અગલ અલગ જ્ગ્યાએ રાખી તેની સાથે વારવાર શરીરસંબંધ બાધી પ્રવેશ્ય જાતિય હુમલો કરવાનો ગુન્નો ટંકારા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2019 માં નોંધાયેલ હતો. આ અંગેનો કેસ મોરબીના સ્પે.પોક્સો જજ સાહેબની કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટે આરોપીના વકીલની ધારદાર દલીલો ગ્રાહ્ય રાખી આરોપીને નિર્દોષ છોડી મુકવા હુકમ કરેલ છે આ કામમાં આરોપી વતી સનીયર વકીલ બી.બી. હડીયલ રોકાયેલ હતા.




Latest News