મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ-સ્કાય મલ્ટિપ્લેક્સ દ્વારા વડીલો-યુવાનો માટે ગુજરાતી ફિલ્મનો શો યોજાયો હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો મોરબીના વોર્ડ નં 4-6 માં વિઝિબલ કલીનલિનેસ અંતર્ગત સ્થળ નિરીક્ષણ કરતાં ડેપ્યુટી મેયર મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં સરકાર અને અદાણી વિરુદ્ધ કિન્નરો અને મહિલાઓએ લીધા છાજીયા મોરબી જિલ્લા પંચાયત ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં જિલ્લા-તાલુકાનાં પદાધિકારીઓ-સભ્યોની ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાએ લીધી એલ.ઈ. કોલેજની મુલાકાત મોરબીમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને મવડાની વિકાસ યોજના માટે સ્ટેક હોલ્ડર બેઠક યોજાઈ અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું
Breaking news
Morbi Today

મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ


SHARE







મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ

મોરબીમાં પોલીસ અને લોકરક્ષક દળની ભરતીની ઘણી બહેનો દ્વારા તૈયારી કરવામાં આવે છે અને તેઓને નિવૃત આર્મી ઓફિસર દ્વારા નિઃશુલ્ક ફિઝિકલ ટ્રેનિંગ અને લેખિત પરીક્ષાની તૈયારી કરાવવા માટેનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. જેની નોંધ રાજ્યના મુખ્યમંત્રી દ્વારા લેવામાં આવેલ છે અને તેઓના આ ઉમદા કાર્યને બિરદાવ્યૂ છે.

મોરબીમાં રહેતા નિવૃત આર્મી ઓફિસર સહદેવસિંહ ઝાલાને રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે શુભકામના પાઠવી છે જેમાં જણાવ્યુ છે કે, “આપના દ્વારા મોરબીમાં પોલીસ અને લોકરક્ષક દળની ભરતીની તૈયારી કરતી બહેનો માટે છેલ્લા બે વર્ષથી નિઃશુલ્ક ફિઝિકલ ટ્રેનિંગ અને લેખિત પરીક્ષાની તૈયારી કરાવવાનું ઉમદા કાર્ય કરવામાં આવી રહ્યું છે, તે જાણીને અત્યંત આનંદ અને ગર્વની લાગણી અનુભવું છું.” અત્રે ઉલેખનીય છે કે, સહદેવસિંહ ઝાલા ભારતીય સેનામાં ૨૮ વર્ષ સુધી રાષ્ટ્રસેવા કર્યા બાદ તેઓ નિવૃત્તિ થયા છે અને હાલમાં તેઓએ દીકરીઓના સશક્તિકરણનું બીડું ઝડપ્યું છે, ખાસ કરીને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના મહિલા સશક્તિકરણના વિઝનને અનુસરીને તેઓએ દિકરીઓને દરેક ક્ષેત્રમાં નેતૃત્વ અપાવવા માટે હાલમાં ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે. અને કાર્ય વિકસિત ભારત અને વિકસિત ગુજરાતના સંકલ્પને બળ પૂરું પાડે છે. અને હાલમાં દીકરીઓ શારીરિક અને માનસિક રીતે સક્ષમ બને તે માટે રનિંગ, ટાઈમ મેનેજમેન્ટ અને ડાયેટ પ્લાન દ્વારા જે તાલીમ આપવામાં આવી રહી છે તે લોકરક્ષક અને પોલીસ ભરતી માટે તૈયારી કરતી દીકરીઓને ખુબજ ઉપયોગી થશે. અને મોરબીના નિવૃત ઓફિસર સહદેવસિંહ ઝાલા દ્વારા જે તાલીમ આપવામાં આવી રહી છે તે અન્ય નિવૃત્ત સૈનિકો અને અધિકારીઓ માટે પણ પ્રેરણારૂપ બની રહેશે.






Latest News