મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો મોરબીમાં બંધ પડેલા કારખાનામાંથી ગેસના બટલમાં રીફિલિંગનું કૌભાંડ પકડાયું: 2.46 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવાનોને બલેનો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત
Breaking news
Morbi Today

મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો


SHARE









મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો

મોરબી જલારામ ધામ ખાતે સ્વ. જમનાબેન મણીલાલ ચંદારાણા (હ.દીનેશભાઈ ચંદારાણા-ભુજ-કચ્છ) પરિવારના સહયોગથી વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો હતો જેનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો હતો અને અત્યાર સુધીના ૫૬ કેમ્પમાં કુલ ૧૫,૭૪૪ લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન થયું હતું.

સમગ્ર ગુજરાત ની નંબર ૧ આંખની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ ધામ-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનું મોરબીના જલારામ ધામ ખાતે આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે તાજેતરમાં યોજાયેલ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો હતો તે ઉપરાંત ૧૩૫ લોકોના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન કરવા માટે રાજકોટ રવાના કરવામાં આવ્યા હતા. આ કેમ્પ સ્વ.જમનાબેન મણીલાલ ચંદારાણા (હ.દીનેશભાઈ ચંદારાણા-ભુજ-કચ્છ) પરિવારના સહયોગથી યોજાયો હતો. આ કેમ્પને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી,અનિલભાઈ સોમૈયા, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, હસુભાઈ પુજારા, જયેશભાઈ કંસારા, ચિરાગ રાચ્છ, અમિત પોપટ, નિર્મિતભાઈ કક્કડ સહિતના આગેવાનો દ્વારા જહેમત ઉઠાવી હતી.




Latest News