હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાએ હર્દય બંધ પડી ગયેલા દર્દીને નવજીવન આપ્યુ


SHARE







મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાએ હર્દય બંધ પડી ગયેલા દર્દીને નવજીવન આપ્યુ

મોરબીમાં આયુષ હોસ્પિટલ ખાતે તા 27 એપ્રિલ ના રોજ 78 વર્ષના વૃદ્ધ મહિલા દર્દી વહેલી સવારે ઇમરજન્સી વિભાગમા સારવાર માટે આવ્યા હતા અને ત્યારે ડો.સત્યજીતસિંહ જાડેજા દ્વારા તપાસ કરતા જણાયું હતું કે દર્દીને હ્રદયનો હૂમલો આવતા દર્દીનું હ્રદય બંધ પડી ગયેલ હતું અને તાત્કાલિક હ્રદયને કૃત્રિમ રીતે CPR આપીને દર્દીનું બંધ પડી ગયેલુ હ્રદય ફરીથી ધબકતું કરવામાં આવ્યુ હતુ, અને દર્દીનું બી.પી. માપી ન શકાય એટલુ ઓછુ હતુ, દર્દીને તાત્કાલીક વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા હતા, દર્દીને પલ્મોનરી એડીમા નામની ગંભીર બીમારી લાગુ પડેલી હતી તેમજ ફેફસામાં ચેપ ફેલાયેલો હતો, કિડની પર ડેમેજ થયુ હતુ, દર્દીના શરીરમાં લોહીની ટકાવારી અત્યંત ઓછી હતી. આમ દર્દી ની અતિ ગંભીર હાલતને ધ્યાનમાં લેતા તેમને આયુષ હોસ્પિટલના આઈ.સી.યુ. વિભાગમા ડો. સત્યજીતસિંહ જાડેજાની સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા અને દર્દીની સારવાર ખુબ સફળતાપૂર્વક થતા માત્ર એક અઠવાડિયા બાદ દર્દીને હોસ્પિટલમાથી રજા આપવામાં આવી હતી. આમ આયુષ હોસ્પિટલમા ડો.સત્યજીતસિંહ જાડેજા દ્વારા આવા જ જીવન મરણના અતિ ગંભીર અને પડકારભર્યા કેસમા દર્દીને સફળતાપૂર્વક નવજીવન આપીને અનેક પરિવારોને આશાની એક ઉમ્મીદની સાથે ખુશી સતત આપવામાં આવી છે.






Latest News