મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ-સ્કાય મલ્ટિપ્લેક્સ દ્વારા વડીલો-યુવાનો માટે ગુજરાતી ફિલ્મનો શો યોજાયો હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો મોરબીના વોર્ડ નં 4-6 માં વિઝિબલ કલીનલિનેસ અંતર્ગત સ્થળ નિરીક્ષણ કરતાં ડેપ્યુટી મેયર મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં સરકાર અને અદાણી વિરુદ્ધ કિન્નરો અને મહિલાઓએ લીધા છાજીયા મોરબી જિલ્લા પંચાયત ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં જિલ્લા-તાલુકાનાં પદાધિકારીઓ-સભ્યોની ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાએ લીધી એલ.ઈ. કોલેજની મુલાકાત મોરબીમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને મવડાની વિકાસ યોજના માટે સ્ટેક હોલ્ડર બેઠક યોજાઈ અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું
Breaking news
Morbi Today

મોરબી નવયુગ શૈક્ષણિક સંકુલ-વિરપર (મોરબી) નું ધો.10 નું ધમાકેદાર રિઝલ્ટ


SHARE







મોરબી નવયુગ શૈક્ષણિક સંકુલ-વિરપર (મોરબી) નું ધો.10 નું ધમાકેદાર રિઝલ્ટ

મોરબી જિલ્લાના વિરપર (મોરબી) ગામે આવેલ નવયુગ શૈક્ષણિક સંકુલનું ધો. 10 નું આ વર્ષે શાનદાર પરિણામ રહ્યું છે. અને સંકુલના 122 વિદ્યાર્થીઓમાંથી 122 વિદ્યાર્થીઓ સફળતાપૂર્વક પાસ થતા શાળાનું 100 ટકા પરિણામ આવ્યું છે.

નવયુગ શૈક્ષણિક સંકુલના ધો. 10 ના વિદ્યાર્થીઓમાંથી A1 ગ્રેડમાં 24 વિદ્યાર્થીઓ તથા A2 ગ્રેડમાં 38 વિદ્યાર્થીઓ ઉત્તમ પરિણામ સાથે પાસ થાય છે. અને નવયુગ શૈક્ષણિક સંકુલના વિદ્યાર્થી ઓમ એ. રાંકજા99.90 PR અને 97.17 ટકા મેળવ્યા છે અને સમાજવિદ્યા, વિજ્ઞાન અને ગણિત ત્રણેય વિષયોમાં 100 માંથી 100 ગુણ મેળવી સર્વોચ્ચ સિદ્ધિ નોંધાવી છે. જયારે આરુષિ એલ. સદાતીયા99.50 PR અને 95.67 ટકા મેળવ્યા છે અને વિજ્ઞાન વિષયમાં 100 માંથી 100 ગુણ મેળવ્યા છે. તો માન સી. કાલરીયાએ 98.61 PR  અને 94.00 ટકા મેળવ્યા છે. દક્ષ એચ. ભાંગરાએ 98.50 PR અને 93.83 ટકા, માર્ગી ટી. શેરશિયાએ 98.50 PR અને 93.83 ટકા તથા ઋત્વિ વી. વસીયાણીએ 98.38 PR અને 93.67 ટકા પરિણામ મેળવીને સંસ્થાનું નામ રોશન કર્યું છે. અને ખાસ કરીને નવયુગ શૈક્ષણિક સંકુલના દરેક વિદ્યાર્થી સફળ થતા વિદ્યાર્થીઓ, વાલીઓ તથા શિક્ષકોમાં આનંદનો માહોલ છવાઈ ગયો છે. સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયા, ટ્રસ્ટી તથા સમગ્ર શિક્ષકગણે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી છે.






Latest News