મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

કોંગ્રેસને મત આપવાનું કહું છું તે વિડીયો બનાવનાર પ્યોર કોંગ્રેસી છે માટે વિડીયો બનાવવાથી લઈને વાયરલ કરવા સુધીમાં જે સંડોવાયેલા હશે તે કોઈને છોડીશ નહીં: ધારાસભ્ય જીતુભાઈ સોમાણી


SHARE









મોરબી જિલ્લામાં સોશિયલ મીડિયામાં વાંકાનેરના ભાજપના ધારાસભ્યનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં તે ભાજપ નહીં પરંતુ કોંગ્રેસને મત આપવા માટે થઈને કહેતા હોય તેવું સાંભળવા અને જોવા મળી રહ્યું છે અને આ બાબતે ધારાસભ્યનો સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે વિડીયો બનાવનાર વ્યક્તિ પ્યોર કોંગ્રેસી છે તે મારી ટીખળ કરવા માટે આવ્યો હતો જેથી મેં પણ તેની ટીખળ કરી હતી અને કોંગ્રેસને જ મત આપવા માટેનું કહ્યું હતું. અને મેં ક્યારેય વિધર્મીઓના મત લીધા નથી, મારે વિધર્મીઓના મત જોતા નથી અને આ વિડીયો જાણી જોઈને બનાવીને વાયરલ કરવામાં આવ્યો હોવાથી તેના મૂળ સુધી જઈને મને તેમજ ભાજપને નુકસાન કરનારાઓની સામે આગામી સમયમાં હું લીગલી એક્શન લઈશ તેવુ ધારાસભ્યએ જણાવ્યું છે

સ્થાનિક સ્થળની ચૂંટણી તાજેતરમાં યોજાઇ હતી અને તેના પરિણામો પણ જાહેર થઈ ગયા છે અને હવે પદાધિકારીઓની વરણી કરવા માટેની ગતિવિધિ ચાલી રહી છે તેવા સમયે ચૂંટણી પહેલા બનેલો એક વાંકાનેરના ધારાસભ્યનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં વાંકાનેરના ધારાસભ્ય શહેરમાં આવેલ માર્કેટ ખાતે ભાજપના કાર્યકરો સાથે બેઠેલા હોય તેવું જોવા મળે છે અને ત્યાં એક વ્યક્તિ તેઓની પાસે આવે છે અને તે દલડી ગામનો રહેવાસી છે અને તેને 50 વીઘા જમીન છે અને ધારાસભ્યએ પાણી છોડાવ્યું જેથી તેઓને સારું છે તેવી વાત કરીને ભાજપને મત આપવાની વાત કરતો હોય છે જોકે, સામા પક્ષેથી ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ ભાજપ નહીં પરંતુ કોંગ્રેસને મત આપવાનું તે વ્યક્તિને કહેતા હોય તેવું સાંભળવા અને જોવા મળી રહ્યું છે જેથી કરીને આ વાઇરલ વિડીયોના કારણે મોરબી જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

દરમિયાન વાયરલ થયેલ વિડીયો બાબતે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, જે વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે તે વિડીયો બનાવનાર વ્યક્તિ પ્યોર કોંગ્રેસી વ્યક્તિ છે અને ભાજપને મત આપવાની ટીખળ કરવા માટે તે મારી પાસે આવ્યો હતો ત્યારે તેણે આ વિડીયો બનાવ્યો છે જેથી મેં પણ તેની ટીખળ કરતા કોંગ્રેસને જ મત આપવા માટે તેને કહ્યું હતું. જો કે,  હાલમાં આ વિડિયોને જાણી જોઈને સોશિયલ મીડિયામાં વાયરલ કરીને ભાજપ તથા મને નુકસાન કરવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો છે જેથી આગામી સમયમાં આ સમગ્ર ઘટનાના મૂળ સુધી તપાસ કરાવીને આ વિડિઓ બનાવવા અને વાયરલ કરવામાં જેની પણ સંડોવણી સામે આવશે તેની સામે હું લીગલ એક્શન લેવાનો છો તેના માટેની મારી તૈયારી ચાલી રહી છે.




Latest News