મોરબીના બગથળા ગામે નકલંક દાદાના રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો ભક્તોએ દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લીધો મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત ટંકારાના ગોકુલનગરમાં ફટાકડા દૂર ફોડવાનું કહેવા બાબતે પાઇપ, ધારીયા અને કુહાડી સાથે કાકા-ભત્રીજા ઉપર હુમલો: 6 શખ્સો સામે ફરિયાદ અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો માળીયા (મી)ના કુંભારીયા ગામે ગેરકાયદેસર પવનચક્કી માટે 36 અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તાળાબંધીની ચીમકી ભુજના ખાવડા ગામે કોલી સમાજના લોકો સાથે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી દિવાળીની ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકામાં ઓફ લાઇન મિકલત વેરો ભરે તો 10 અને ઓનલાઈન વેરો ભરે તો 12 ટકા રિબેટ


SHARE





















મોરબી મહાપાલિકામાં ઓફ લાઇન મિકલત વેરો ભરે તો 10 અને ઓનલાઈન વેરો ભરે તો 12 ટકા રિબેટ

મોરબી મહાનગરપાલિકા દ્વારા 2026-27 ના નાણાકીય વર્ષ માટે વેરો સ્વીકારવાનું શરૂ કરવામાં આવ્યું છે અને ઓનલાઈન તેમજ ઓફ લાઇન બંને રીતે વેરો સ્વીકારવામાં આવી રહ્યો છે જો કે, ઓફ લાઇન વેરો ભરવામાં આવે તો મિકલત વેરા ઉપર 10 ટકા અને જો ઓનલાઈન વેરો ભરવામાં આવે તો તેમાં વધુ 2 ટકા ઉમેરીને કુલ 12 ટકા રીબેટ આપવામાં આવી રહ્યું છે જેથી કરીને રિબેટ યોજનાનો લાભ લેવા માટે મિકલત ધારકોને અધિકારી દ્વારા અપીલ કરવામાં આવેલ છે. 

મોરબી મહાનગરપાલિકાન વિસ્તારમાં મિલકત ધરાવતા આસામીઓને અધિકારી જણાવ્યુ છે કે, નાણાકીય વર્ષ 2026-27 માટે ઓનલાઈન રીબેટ યોજના અમલ મુકવામાં આવેલ છે. જેમાં મિલકત ધારકની બાકી રકમ તાત્કાલિક ઓફિસમાં આવી ભરવામાં આવે તો ચાલુ વર્ષના મિલકતવેરા ઉપર 10 ટકા તથા વેબસાઈટ તથા મોબાઈલ એપ્લીકેશન દ્વારા ઓનલાઇન ટેકસ ભર્યેથી 12 ટકા રીબેટ આપવામાં આવશે. પ્રોપર્ટી ટેક્સ તથા વ્યવસાયવેરો EC સ્વીકારવાની કામગીરી મહાનગરપાલિકા ઓફિસમાં સમય સવારે 10:30 થી સાંજે 5:00 કલાક સુધી તેમજ મહાનગરપાલિકા દ્રાસ કુલ 11 (અગીયાર) વોર્ડ ઓફીસમાં સ્વીકારવામાં આવશે. મહાનગરપાલિકા વિસ્તારના તમામ મિલકતધારકો મહાનગરપાલિકાની https://mmcgujarat.in/ વેબસાઈટમાથી તેમજ હાલ મહાનગરપાલિકાની એપ્લીકેશન ડેવલોપમેન્ટ કરવામાં આવેલ છે. જે એપ્લીકેશન Play Store પર જઈને Morbi Municipal Corporation લખતા મોરબીમહાનગરપાલિકાના લોગો વાળી એપ્લીકેશન ડાઉનલોડ કરીને પ્રોપર્ટીટેકસ અને વ્યવસાયવેરોમાં જઈ મિલકત નંબર નાખી ઓનલાઈન મિલકત વેરો અને વ્યવસાયવેરો ઓનલાઈન સરળતાથી ભરી શકાશે. હાલ મોરબી માનગરપાલિકા દ્વારા ડેવલોપમેન્ટ કરવામાં આવેલ વેબસાઈટ અને મોબાઈલ એપ્લીકેશન દ્વારા બહોળા પ્રમાણમાં અરજદારોએ પ્રોપર્ટી ટેકસ ઓનલાઈન ભરીને વેબસાઈટ અને મોબાઈલ એપ્લીકેશનનો લાભ લીધેલ છે. ત્યારે મોરબી મહાનગરપાલિકા દ્રારા આપવામાં આવેલ રીબેટ યોજનાનો લાભ વધુમાં વધુ લેવા માટે અધિકારી દ્વારા મિલકત ધારકોને અપીલ કરવામાં આવી છે.










Latest News