મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવાનોને બલેનો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી
Breaking news
Morbi Today

મોરબીને સારા મેયર આપવા માટે જાગૃત નાગરિકે પ્રદેશ ભાજપ પ્રમુખને કરી રજૂઆત


SHARE









મોરબીને સારા મેયર આપવા માટે જાગૃત નાગરિકે પ્રદેશ ભાજપ પ્રમુખને કરી રજૂઆત

મોરબી મહાપાલિકામાં સારા મેયર આપવા માટે મોરબીના જાગૃત નાગરીક તેમજ અન્ન અને નાગરીક પુરવઠા વિભાગના પુર્વ સલાહકાર દ્વારા પ્રદેશ ભાજપ પ્રમુખને રજૂઆત કરવામાં આવેલ છે.

મોરબીના જાગૃત નાગરીક તેમજ અન્ન અને નાગરીક પુરવઠા વિભાગના પુર્વ સલાહકાર પી.પી.જોષીએ પ્રદેશ ભાજપ પ્રમુખને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી પાલીકાને મહાપાલીકાનો દરરજો આપવામાં આવ્યો છે પરંતુ મોરબી શહેરમાં કોઈ વિકાસ થયેલ નથી જેમ કે, મહેન્દ્રનગર ચોકડીનો બ્રીજ, નટરાજ હોટલ પાસેનો બ્રીજના કામ ધણા સમયથી અધુરા પડેલ છે. જેથી પ્રજાને ટ્રાફીક સહિતની મુશ્કેલીનો સામનો કરવો પડે છે આટલું જ નહીં પરંતુ રેલ્વે સુવિધાના નામે મોરબીમાં મીંડુ છે અને કોઈપણ વ્યક્તિને અમદાવાદ કે મુંબઈ જવાનું હોય તો ડેઈલી સુવિધા નથી અને હાલમાં ભુજ થી અમદાવાદ મુંબઈ જવા માટે અસંખ્ય ટ્રેન છે જે વાયા હળવદ થઈને ચાલે છે જો તેને વાયા મોરબીથી ચલાવવામાં આવે તો મોરબીના મુસાફરોને ફાયદો થાય તેમ છે. ત્યારે મોરબી મહાપાલિકાની પહેલી ચૂંટણીમાં યોજાઇ હતી જેમાં તમામ બેઠક ઉપર ભાજપના ઉમેદવારોનો વિજેતા બનેલા છે અને આગામી વર્ષમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે મોરબીના લોકોની સુખાકારીમાં વધારો થાય અને મોરબીનો વિકાસ થાય તે માટે મોરબીને સારા મેયર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.




Latest News