હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા


SHARE







લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ  કરે છે જેમા આ કાળઝાળ ગરમીમાં ૧૦૦૦ ચકલા ઘર તથા એટલા જ માટીના પાણીના પરબિયાનુ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ સંસ્થાના પ્રમુખ હરખજીભાઈ ટી. સુવારિયાના સૌજન્યથી તેમના વતન રાજપર (કુ) ના મુક્તિધામમા તથા શિવજી મંદિરમા ૩૮ સિમેન્ટના બાકડા અને સનાતન ધામ નાનાભેલા ખાતે આવેલા પ્રાકૃતિક ઉપચાર કેન્દ્ર ખાતે પણ ૩૮ સિમેન્ટના બાકડા મૂકવામાં આવેલ છે, આ ઉપરાંત મોરબી મામલતદાર કચેરીમાં ૫, રવાપર ઘુનડા રોડ પર ૭ અને લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા તરઘરી ગામે સિમેન્ટના ૩ બાકડા મુકવામાં આવ્યા છે આ ઉપરાંત વૃક્ષોના રક્ષણ માટે ટોબરીયા હનુમાનજી ગૌશાળાના સંચાલત હરખજીભાઈ સુવારિયાના દાન થકી ૫૦ લોખંડના પીંજરાના પણ આપવામાં આવ્યા છે જે લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના માધ્યમ દ્વારા વિતરણ કરવામાં આવ્યા છે. આ સેવાકીય પ્રોજેક્ટમાં પુર્વ પ્રમુખ ત્રિભોવનભાઈ સી. ફુલતરિયા, પુર્વ ખજાનચી મણીલાલ કાવર, નાનજીભાઈ મોરડીયા, કેશુભાઈ દેત્રોજા વિગેરે હાજર રહ્યા હતા.






Latest News