મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન


SHARE









એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન

મોરબીમાં શનાળા ગામે આવેલ પટેલ સમાજવાડી ખાતે સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આયુર્વેદ કથાનું આયોજન કરેલ છે. જેથી કરીને આરોગ્યપ્રેમી જનતાએ તેનો લાભ લેવા માટે આયોજકો આહ્વાન કર્યું છે.

મોરબીના શનાળા ગામે આવેલ પટેલ સમાજવાડી ખાતે આગામી તા. ૧૧/૫ ને સોમવારે રાત્રે ૮.૦૦ થી ૧૧.૩૦ સુધી પ્રખ્યાત વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આયુર્વેદ કથાનું આયોજન કરેલ છે. અને તેમાં આરોગ્યપ્રેમી જનતાને આવવા માટે આયોજકોએ જણાવ્યુ છે અને આ કથા સ્થળે બાર જેટલા સ્ટોલ પણ રાખેલ છે. આ સ્ટોલમાં હાથેથી બનાવેલ માટીની તાવડી, પાટીયા, કુંડા, દેશી ઘાણીનુ કાળા તથા સફેદ ઓર્ગેનિક તલનું તેલ, કોપરેલ તેલ, મગફળીનું તેલ, આયુર્વેદ પાવડર ચુર્ણ, હરડે બહેડા આમળા અરીઠા શિકાકાઈ ત્રિફળા ચૂર્ણ, સંચળ પાવડર, સિંધાલૂણ, એલોવેરા, લીમડો, તુલસી, કેસુડાના સાબુ, ફુલ છોડના કલમી રોપા ૨૬ પ્રકારના ગુલાબ, મોગરો, ચંપો, કેવડો, ગલગોટા, દેશી ખાતર, ઈન્ડોર આવુટડોર પ્લાન્ટ, ઓર્ગેનિક મેથી, દવા વગરના શાકભાજી, ફળ, દેશી ગીર ગાયનું ઘી-દૂધ બોટલ, મુખવાસ વગેરેનું વેચાણ થશે. જેથી ઓર્ગેનિક તથા પ્રકૃતિ પ્રેમી લોકોને ત્યાંથી વસ્તુઓની ખરીદી કરીને સ્ટોલ ધારકોને પ્રોત્સાહન આપવા આયોજકે જણાવ્યુ છે અને ખાસ કરીને કથામાં શાંતિ રહે તે માટે તમામ લોકોએ મોબાઈલ ફોન સ્વીચ ઓફ કે સાયલન્ટ કરવા જણાવ્યુ છે. અને કથા સ્થળ પાસેથી કથામાં આવેલ લોકોને ગળો કટીંગ, નગોડ કટીંગ, બીલ્વફળ તથા ગરમાળાની શીંગ પણ ફ્રીમાં મળશે. અને વૈદ્ય કોરડિયાભાઈ તરફથી મફત આંખમાં નાખવાના ટીપાં (નેત્ર બિંદુ) આપવામાં આવશે.




Latest News