મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાએ લીધી એલ.ઈ. કોલેજની મુલાકાત મોરબીમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને મવડાની વિકાસ યોજના માટે સ્ટેક હોલ્ડર બેઠક યોજાઈ અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે ટ્રક પાછળ એસટીની બસ અથડાતાં પિતા-પુત્રને ઇજા મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં હવે નણંદની ધરપકડ મોરબીમાં ઝૂંપડામાંથી 450 બોટલ દારૂ અને 96 બીયરના ટીન પકડવાના ગુનામાં માલ મંગાવનાર શખ્સની ધરપકડ મોરબી મત્સ્યૌદ્યોગ વિભાગના અધિક્ષક કોન્ટ્રાકટર પાસેથી 50 હજારની લાંચ લેતા રાજકોટમાં પકડાયા મોરબીમાં રસોડા કામ માટે જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ
Breaking news
Morbi Today

ભુજના માધાપર ગામે રહેતા ટ્રાન્સપોર્ટર સાથે 46.90 લાખની ઠગાઈના ગુનામાં મોરબીની આંગડિયા પેઢીનો માલિક પકડાયો


SHARE







ભુજના માધાપર ગામે રહેતા ટ્રાન્સપોર્ટર સાથે 46.90 લાખની ઠગાઈના ગુનામાં મોરબીની આંગડિયા પેઢીનો માલિક પકડાયો

ભુજ તાલુકાના માધાપર ગામે રહેતા ટ્રાન્સપોર્ટર્સ સાથે મોરબીમાં આંગડિયા પેઢીનો વહીવટ સંભાળતા શખ્સ અને આંગડિયા પેઢી વાળાએ કુલ મળીને 46.90 લાખ રૂપિયાની ઠગાઈ અને વિશ્વાસઘાત કરવામાં આવેલ હતો જેથી ટ્રાન્સપોર્ટ દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવામાં આવી હતી જે ગુનામાં આંગડિયા પેઢીનો માલિક આગોતરા જામીન સાથે પોલીસ સ્ટેશને આવતા પોલીસે તેને પકડીને આગળની કાર્યવાહી કરી હતી અને આ ગુનામાં હજુ આંગડિયા પેઢીનો સંચાલક ફરાર છે તેને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે.

ભુજ તાલુકાના માધાપર ગામે રહેતા અને માધવ ચેમ્બર્સમાં ઓફિસ ધરાવતા ટ્રાન્સપોર્ટર કલ્પેશભાઈ રમેશભાઈ ઠક્કર (36)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને દિલીપસિંહ કનુભાઈ ગોહિલ અને જગદીશભાઈ ઉર્ફે જગાભાઈ પટેલ (ડી બાબુલાલ આંગડિયા પેઢીના માલિક) અને તપાસમાં જેના નામ ખુલે તેની સામે ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યુ હતું કે, તેઓને ટ્રાન્સપોર્ટના ભાડાના 24,96,850 રૂપિયા અલગ અલગ સમયે સાહેદ અમિતભાઈ મનસુખભાઈ ભટાસણા અને મહેશભાઈ ઘનશ્યામભાઈ હડિયલ રહે. મોરબી વાળા પાસેથી લેવાના હતા તે અને ફરિયાદીના કહેવાથી સાહેદ સુનિલભાઈ નરેન્દ્રભાઈ ઠક્કરના રૂપિયા 21,93,850 આમ કુલ મળીને 46,90,700 રૂપિયા મોરબીમાં આવેલ ધરતી ટાવરમાં ડી બાબુલાલ આંગડિયા પેઢીમાં છેલ્લા ઘણા સમયથી વહીવટ સંભાળતા દિલીપસિંહ ગોહિલને આપ્યા હતા અને આ આંગડિયા પેઢીનો વહીવટ તેઓને આરોપી જગદીશભાઈ પટેલે સંભાળવા માટે થઈને આપ્યો હતો જોકે, ફરીયાદી તથા સાહેદના રૂપિયાની દિલીપસિંહ ગોહિલ પાસે અવારનવાર ઉઘરાણી કરવા છતાં તેઓને રૂપિયા આપવામાં આવ્યા ન હતા જેથી આ બાબતે જગદીશભાઈ પટેલને જાણ કરતા તેઓએ ફરિયાદી અને સાહેદોને વિશ્વાસ આપીને તમારા રૂપિયા ગમે તે રીતે હું આપી દઈશ મારા અને મારી પેઢી ઉપર વિશ્વાસ રાખો તેવું કહ્યું હતું અને ત્યારબાદ રૂપિયા આપવામાં આવ્યા ન હતા જેથી ભોગ બનેલ યુવાન દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી જે ગુનામાં ડી બાબુલાલ આંગડિયા પેઢીના માલિક આરોપી જીજ્ઞેશ ઉર્ફે જગદીશભાઈ ઉર્ફે જગાભાઈ વિનુભાઇ પટેલ (43) રહે. ઓઢવિયા સંથલ ગામ જોટાણા મહેસાણા હાલ રહે. પુષ્કરધામ એવન્યુ મકાન નંબર 6 રાજકોટ વાળો આગોતરા જામીન સાથે એ ડિવિઝન પોલીસ સ્ટેશને રજૂ થતાં પોલીસે તેને પકડીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી.






Latest News