મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાએ લીધી એલ.ઈ. કોલેજની મુલાકાત મોરબીમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને મવડાની વિકાસ યોજના માટે સ્ટેક હોલ્ડર બેઠક યોજાઈ અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે ટ્રક પાછળ એસટીની બસ અથડાતાં પિતા-પુત્રને ઇજા મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં હવે નણંદની ધરપકડ મોરબીમાં ઝૂંપડામાંથી 450 બોટલ દારૂ અને 96 બીયરના ટીન પકડવાના ગુનામાં માલ મંગાવનાર શખ્સની ધરપકડ મોરબી મત્સ્યૌદ્યોગ વિભાગના અધિક્ષક કોન્ટ્રાકટર પાસેથી 50 હજારની લાંચ લેતા રાજકોટમાં પકડાયા મોરબીમાં રસોડા કામ માટે જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના નવી નવલખી ગામે પરિણીતાને ફોનમાં મેસેજ કરનારા યુવાનની હત્યાના ગુનામાં બે આરોપીની ધરપકડ


SHARE







માળીયા (મી)ના નવી નવલખી ગામે પરિણીતાને ફોનમાં મેસેજ કરનારા યુવાનની હત્યાના ગુનામાં બે આરોપીની ધરપકડ

માળીયા (મી)ના નવી નવલખી ગામે રહેતા યુવાને પરણિત મહિલાને મેસેજ કર્યો હતો જેથી કરીને તે મહિલાના ભાઈ અને પતિએ યુવાનને સમાધાન કરવા માટે પીપળીયા ચાર રસ્તા પાસે આવેલ કોલસાના ડેલા નજીક બોલાવેલ હતો. જેથી યુવાન તેના બે ભાઈ સાથે ત્યાં ગયો હતો ત્યારે ફોનમાં કરેલા મેસેજ બાબતનો ખાર રાખીને યુવતીના ભાઈએ યુવાનને પેટના ભાગે તિક્ષણ હથિયારનો ઘા મારી દીધો હતો જેથી ઇજા પામેલા યુવાનનું મોત નીપજયું હતું અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હત્યાનો ગુનો નોંધાયો હતો જે ગુનામાં એલસીબીની ટીમે બંને આરોપીને પકડીને આગળની કાર્યવાહી માટે આરોપીઓને તાલુકા પોલીસ હવાલે કરેલ છે.

માળીયા મિયાણાંના ન્યુ નવલખી ખાતે રહેતા હસનભાઈ અબ્દુલભાઈ સોતા (30)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આસિફ ઇલ્યાસભાઇ દલ અને હુસેન ઈબ્રાહીમ સાઈચા રહે. બંને ન્યુ નવલખી વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે ફરિયાદીના ભાઈ અબ્બાસ સોતા (29)ને તેના કૌટુંબી બનેવી આસિફ દલની બહેન સાથે મેસેજ ફોનમાં વાતચીત થઈ હતી અને તે બાબતનું મનદુઃખ રાખી સમાધાન કરવા માટે થઈને અબ્બાસને બોલાવ્યો હતો જેથી ફરિયાદી અને તેના ભાઈ સુલતાન તથા અબ્બાસ ત્રણેય આમરણ ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ ભનાભાઈ ઉર્ફે શેટ્ટીના કોલસાના ડેલા પાસે ગયા હતા ત્યાં આરોપીઓએ અબ્બાસને ગાળો આપી હતી અને આસિફ દલ દ્વારા છરી વડે હુમલો કરીને અબ્બાસ સોતાને છાતીના ભાગે છરીનો ઘા મારી દેવામાં આવ્યો હતો જેથી તેનું મોત નીપજ્યું હતું અને આરોપી હુસેન સાઇચાએ લોખંડના પાઇપથી ફરિયાદીને જમણા ગાલ તથા સાહેદ સુલતાનને ડાબા પગના ભાગે માર મારીને ઇજા કરી હતી જેથી હાલમાં યુવાને નોંઘાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સો સામે હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને હાલમાં એલસીબીની ટીમે આ ગુનામાં આરોપી આસિફ ઇલ્યાસભાઇ દલ (26) અને હુસેન અભરામભાઈ સાઈચા (28) રહે. બંને ન્યુ નવલખી વાળાની ધરપકડ કરેલ છે અને બંને આરોપીને આગળની કાર્યવાહી માટે મોરબી તાલુકા પોલીસ હવાલે કરેલ છે.






Latest News