મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

હવે મોરબી જીલ્લાના કલેક્ટર સ્વપ્નિલ ખરે, કમિશનર સંગીતા રૈયાણી અને ડીડીઓ વિદ્યાસાગર


SHARE









હવે મોરબી જીલ્લાના કલેક્ટર સ્વપ્નિલ ખરે, કમિશનર સંગીતા રૈયાણી અને ડીડીઓ વિદ્યાસાગર

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂરી થતાની સાથે જ આઈએએસ અધિકારીઓની બદલીઓની ચર્ચાઓ ચાલી રહી હતી તેવામાં રાજ્ય સરકાર દ્વારા એકી સાથે રાજ્યમાં 72 આઇએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે જેમાં મોરબી કલેકટર, ડીડીઓ અને મહાપાલિકાના કમિશનરનો પણ સમાવેશ થાય છે અને મોરબીના કલેકટર તરીકે મોરબી મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેને મૂકવામાં આવ્યા છે

રાજ્યમાં નવરચિત મહાનગરપાલિકાઓના કમિશનરોની બદલી કરવામાં આવશે તેમજ કલેકટર અને ડીડીઓ સહિતના આઈએએસ અધિકારીઓની બદલી થશે તેવી ચર્ચા ચાલી રહી હતી તેવામાં આજે રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં કુલ મળીને 72 જેટલા આઈએએસ અધિકારીઓની એકી સાથે બદલી કરી છે જેમાં મોરબી જિલ્લાના કલેક્ટર કે.બી.ઝવેરી, મોરબી મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેનો પણ સમાવેશ થાય છે જોકે, મોરબી મહાપાલિકાના વર્તમાન કમિશનર સ્વપ્નિલ ખરેને હવે મોરબી જિલ્લા કલેકટર તરીકે મૂકવામાં આવ્યા છે અને મોરબી મહાપાલિકાના કમિશનર તરીકે સંગીતા રૈયાણીની નિમણૂક કરવામાં આવી છે જો કે, છેલ્લા ઘણા સમયથી મોરબી ડીડીઓની જગ્યા ચાર્જમાં હતી તે જગ્યા ઉપર ધંધૂકાના એડિશનલ કલેક્ટર વિદ્યાસાગરને મોરબીના ડીડીઓ તરીકે મૂકવામાં આવેલ છે.




Latest News