મોરબીમાં રવાપર ગામે રહેતા યુવાને હાથ ઉછીના લીધેલ રૂપિયા પાછા આપી દીધા તો પણ ધમકીઓ ચાલુ ! મોરબી શહેર-વાંકનેરના મકતાનપરમાં દારૂની જુદીજુદી બે રેડ: 182 બોટલ દારૂ ઝડપાયો, આરોપીઓની શોધખોળ હળવદમાં મામાદેવના મંદિરમાંથી ચાંદીના 15 છતરની ચોરી હળવદના જુના વેગડવાવ ગામે યુવાન ઉપર દંપતીએ કર્યો ધારિયા વડે હુમલો: હાથની આંગળીમાં બચકું ભરી લીધું વગર વરસાદે પાણી-પાણી: મોરબીમાં મચ્છુની કેનાલ ઓવરફલો થતાં રવાપર ચોકડીએ પાણી ભરાઈ ગયું, તંત્રની ઘોર બેદરકારી મોરબીના ઋષભનગર વિસ્તારમાંથી રાજકોટની પરણીતા ગુમ: શોધખોળ ચાલુ મોરબીમાં જુદાજુદા સમયે ગુમ થયેલ બે યુવાન હેમખેમ મળી આવ્યા મોરબી નજીક કારખાનામાં સર્જાયેલ અકસ્માતના બનાવમાં યુવાનનું મોત નિપજ્વા મામલે બે ક્રેન ઓપરેટરની કરાઇ ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે


SHARE











મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે

મોરબીના જેતપર ગામ નજીક ખરાબાની જગ્યામાં જાહેરમાં જુગાર રમતા હતા ત્યાં એલસીબીની ટીમ દ્વારા જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા શખ્સોમાં નાસભાગ મચી ગઈ હતી જો કે l, પોલીસે 9 શખ્સોની 70,100 ની રોકડ સહિત કુલ 1,20,100 ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી અને ચાર શખ્સો નાસી છૂટ્યા હોય હાલમાં 13 શખ્સોની સામે ગુનો નોંધીને બાકીના ચાર આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબી જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે જેતપર ગામથી દેવડીયા ગામ તરફ જવાના રસ્તા ઉપર પડતર ખરાબાની ખુલ્લી જગ્યામાં જુગાર રમતા હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે એલસીબીની ટીમ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમી રહેલા શખ્સોમાં નાસભાગ મચી જવા પામી હતી અને પોલીસને જોઈને ચાર જેટલા શખ્સો સ્થળ ઉપરથી નાસી ગયા હતા જોકે પોલીસ સ્થળ ઉપરથી હાલમાં જુગાર રમતા રણજીતભાઈ મનસુખભાઈ કોરડીયા (22) રહે રે વેણાસર, અભયભાઈ ભગવાનજીભાઈ અઘારા (26) રહે. જેતપર, અશ્વિનભાઈ વીરજીભાઈ ભટાસણા (46) રહે. રવાપર રોડ શાસ્ત્રીનગર મોરબી, ધર્મેન્દ્રભાઈ ગોકળભાઈ હમીરપરા (36) રહે. જેતપર, માનસિંગભાઈ દેવાભાઈ સોમાણી (55) રહે. વવાણીયા, વિપુલભાઈ જયંતીભાઈ ઝાલરીયા (34) રહે મહેન્દ્રનગર, મયંકભાઇ તળશીભાઇ કાવર (34) રહે. મહેન્દ્રનગર, રાહુલભાઈ મનહરભાઈ બોસિયા (25) રહે. જેતપર અને મેહુલભાઈ લાભુભાઈ દેત્રોજા (36) રહે. મહેન્દ્રનગર વાળાને ઝડપી લીધા હતા અને તેઓની પાસેથી 70,100 રોકડા તેમજ 50 હજાર રૂપિયાની કિંમતના 7 મોબાઈલ ફોન આમ કુલ મળીને 1,20100 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો અને પોલીસને જોઈને નાસી છુટેલા શખ્સોમાં રાજુભાઈ કડિયા, ઢેકરી અઘારા, રૂપેશ ઉર્ફે રૂપો કલોલા રહે ત્રણેય જેતપર અને શક્તિ કોળી રહે ધનાળા વાળા નો સમાવેશ થાય છે આ 13 શખ્સોની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધીને પોલીસે બાકીના 4 આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News