મોરબીના ભડીયાદ ગામે જાહેરમાં મારામારી, ઇજાગ્રસ્ત પાંચ યુવાન સારવારમાં મોરબીમાં બનેવી સાથેના મનદુખનો ખાર રાખીને સાળાને બે શખ્સોએ લાકડી અને પાઇપ વડે બેફામ માર મારતા યુવાનને મલ્ટી ફ્રેકચર હળવદમાં પાઇપ તૂટતાં નીચે પડેલા શખ્સે ગુપ્ત ભાગે પાટુ મારતા યુવાનના શુક્રપિંડનો કાયમી નાશ મોરબીમાંથી એસઓજી ટીમે ચોરાઉ બાઇક સાથે એક શખ્સને પકડ્યો શિક્ષકો ધારે તો વડાપ્રધાનના વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરી શકે છે” : મંત્રી કાંતિભાઈ અમૃતિયા મોરબી જિલ્લા કક્ષાના શિક્ષક દિનની ઉજવણીમાં શ્રેષ્ઠ શિક્ષકો, ધોરણ ૧૦ અને ૧૨ માં જિલ્લામાં પ્રથમ ત્રણ ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓ તથા ૧૦૦ ટકા પરિણામ મેળવનારી શાળાનું લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા પાડા પુલ પરની 100 જેટલી બેન્ચનું રંગરોગાન કરી નવીનીકરણ મોરેમોરો: મોરબી નજીક ટ્રક ડમ્પર સાથે અથડાતાં આધેડને બંને પગમાં ફ્રેકચર-હાથમાં ગંભીર ઇજા મોરબીના જાંબુડીયા-વાંકાનેરના તીથવા ગામે જુગારની જુદીજુદી બે રેડમાં 10 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો


SHARE





રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો

મોરબીના પીપળી ગામ પાસે આવેલ માનસધામ સોસાયટી- 2 ખાતે રહેતા આધેડે તેના ઘરનું લાઈટ બિલ ભરવા માટે થઈને પોતાના દીકરાને કહ્યું હતું અને તે બાબતે ઉશ્કેરાઈ જઈને આધેડને તેના દીકરા અને પુત્રવધુ સહિત કુલ ત્રણ વ્યક્તિઓ દ્વારા ગાળો આપવામાં આવી હતી તથા લાકડાના ધોકા વડે મુઢમાર મારીને ઈજા કરવામાં આવી હતી તેમજ ઘરમાં તોડફોડ કરીને નુકસાની કરી હતી તથા જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરવામાં આવ્યા હતા જેથી આ બનાવ સંદર્ભે ભોગ બનેલ આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પીપળી ગામે માનસધામ સોસાયટી- 2 ખાતે રહેતા શીવાભાઈ ગલાભાઈ રાઠોડ (50) એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેના પુત્ર જીતેન્દ્રભાઈ શિવાભાઈ રાઠોડ અને પુત્રવધુ લતાબેન જીતેન્દ્રભાઈ રાઠોડ તેમજ મુકેશભાઇ ડાભી નામના ત્રણ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓએ પોતાના દીકરા જીતેન્દ્રભાઈને ઘરના લાઈટ બિલને ભરવા માટે કહ્યું હતું જે બાબતે જીતેન્દ્રભાઈએ ઉશ્કેરાઈ જઈને જેમ ફાવે તેમ ગાળો આપી હતી તથા તેના પત્નીએ મુકેશભાઈ ડાભીને બોલાવતા તેઓ તેમના ઘરે આવ્યા હતા અને મુકેશભાઈ ડાભીએ પણ ફરિયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને લાકડાના ધોકા વડે ફરિયાદી તથા સાહેદને મુંઢ માર મારીને ઈજા કરી હતી અને મકાનમાં તોડફોડ કરીને નુકસાન કર્યું હતું તેમજ જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરેલ છે અને ધમકી આપી હતી જેથી કરીને હાલમાં ભોગ બનેલ આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે તેના દીકરા અને પુત્રવધુ સહિત કુલ ત્રણ વ્યક્તિઓ સામે ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News