રાજ્યના શ્રમમંત્રીનાં અથાક પ્રયાસોથી 10 લાખ વૃક્ષો વાવી મોરબીને હરિયાળું બનાવ્યુ માળીયા (મી)માં ફાયરિંગ કરીને હત્યા કરવાના ગુનામાં દોઢ વર્ષથી નાસતા ફરતા ઇનામી આરોપીને એલસીબીની ટીમે દબોચી લીધો મોરબીના વીસીપરા વિસ્તારમાં નિયમિત-પૂરતા પ્રમાણમાં પાણી આપવાની કોંગ્રેસની માંગ મોરબીની ડો. બી.આર.આંબેડકર સરકારી કુમાર છાત્રાલયમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ: ઓનલાઈન અરજીઓ મંગાવાઈ મોરબી જિલ્લાના સાપકડા ગામે ખેડૂતોને વળતર ચૂકવ્યા વગર વીજપોલ ઉભા કરવાનું કામ રોકવાતા ખેડૂતો મોરબી જિલ્લાની પાંચ પૈકીની 4 તાલુકો પંચાયતમાં ભાજપ અને 1 માં કોંગ્રેસના પ્રમુખ-ઉપપ્રમુખ ચૂંટાયા મોરબીમાંથી ગુમ થયેલા બે યુવાનોની ભાળ મળતા પરિવારમાં હાશકારો મોરબીમાં પાડોશીને ત્યાં આવતા પરણીત ઢગાએ સગીરાને ફસાવી, ધમકી આપી દુષ્કર્મ : ગુનો નોંધાતા ધરપકડ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ


SHARE











વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ

વાંકાનેરમાં ચંદ્રપુર ગામે મકાનમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં ઘરની અંદરથી દારૂની 54 બોટલ મળી આવતા પોલીસે દારૂનો જથ્થો કબજે કરીને ઘરધણીની ધરપકડ કરી હતી અને માલ આપનારનું નામ સામે આવ્યું હોય બંને સામે ગુનો નોંધી પોલીસે માલ આપનાર શખ્સને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેરના ચંદ્રપુર પાસે પાણીના ટાંકા નજીક શેરી નંબર બે માં રહેતા અમિત ઉર્ફે હમીદ બ્લોચના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની નાની કુલ મળીને 44 બોટલો મળી આવી હતી જેથી પોલીસે કુલ મળીને 5150 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી અમિત ઉર્ફે હમીદ હનીફભાઈ બલોચ (30) રહે. ચંદ્રપુર વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન અનુભાઈ ખાચર રહે. મોલડી તાલુકો ચોટીલા વાળા પાસેથી દારૂનો જથ્થો મેળવ્યો હોવાનું સામે આવતા પોલીસે બંને સામે ગુનો નોંધીને બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બિયર સાથે પકડાયો
મોરબીના સનાળા રોડ ઉપર આવેલ છોટાલાલ પેટ્રોલ પંપ સામેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી બિયરનું એક ટીન મળી આવતા પોલીસે 144 ની કિંમતના બિયરને કબજે કરીને આરોપી લલિતભાઈ શિવાભાઈ પાટડીયા (30) રહે. સનાળા વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.






Latest News