મોરબીના બ્લૂઝોન સિરામિકની દિવાળીના દિવસે મૂલકતા કરતાં કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા મોરબીની પી.જી. પટેલ કોલેજ દ્વારા આર્મી-બીએસએફના જવાનોને મીઠાઈનું કરાયું વિતરણ મોરબીમાં સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની સ્મૃતિમાં સોમવારે સફાઈ અભિયાનનું આયોજન  કૂવારી માતા: મૃત બાળકીને જન્મ આપ્યા બાદ મોરબીની યુવતીનું પણ મોત મોરબીમાં ઓફિસમાંથી 24 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો મોરબી તાલુકા અને વાંકાનેર શહેરી વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત મોરબીના રવાપર ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એક સારવારમાં માળીયા (મી)ના ભીમાસર બ્રિજ ઉપર ટ્રક કન્ટેનરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતા વાહન ચાલકનું મોત
Breaking news
Morbi Today

મોરબીના બ્લૂઝોન સિરામિકની દિવાળીના દિવસે મૂલકતા કરતાં કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા


SHARE



















મોરબીના બ્લૂઝોન સિરામિકની દિવાળીના દિવસે મૂલકતા કરતાં કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા

મોરબી સિરામિક એસો.ના નિમંત્રણને માન આપી ભારત સરકારના કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા મોરબીના જેતપર રોડે આવેલ મોરબી સિરામિક એસો. ના પ્રમુખ મનોજભાઇ એરવાડીયાની બ્લૂઝોન સિરામિક ફેક્ટરીની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેઓની સાથે રાજ્યકક્ષાના મંત્રી કાંતિભાઈ અમૃતિયા તથા પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારિયા પણ આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન મોરબી સિરામિક એસોના હોદ્દેદારો, આગેવાનો અને અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે સિરામિક સહિત અન્ય ઉદ્યોગોને લગતા વિવિધ પ્રશ્નો, પાયાની જરૂરિયાતો અને ઉદ્યોગોના વિકાસ માટે જરૂરી સહયોગ અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

આ પ્રસંગે ડૉ. મનસુખભાઈ માંડવિયાજીએ ભારત સરકાર દ્વારા ઉદ્યોગોના વિકાસ અને MSME ક્ષેત્રને વેગ આપવા માટે અમલમાં રહેલી વિવિધ યોજનાઓ અને તકો વિશે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. ખાસ કરીને શિપિંગ ક્ષેત્રમાં કન્ટેનર ડેપો વિકસાવવા, કન્ટેનરનું ઉત્પાદન કરવા, રમકડાં (ટોયઝ) બનાવતી ફેક્ટરીઓ સ્થાપવા સહિત વિવિધ ક્ષેત્રોમાં રહેલી તકો તથા સરકારની સંબંધિત નીતિઓ અંગે માહિતગાર કર્યા હતા. તેમણે ઉદ્યોગપતિઓને સરકારની વિવિધ યોજનાઓ અને નીતિઓનો મહત્તમ લાભ લઈને પોતાના વ્યવસાયનો વિસ્તાર કરવા પ્રોત્સાહિત કર્યા હતા. ઉદ્યોગોનો વિકાસ થશે તો દેશનો આર્થિક વિકાસ વધુ મજબૂત બનશે, રોજગારીની નવી તકો ઊભી થશે અને દેશના GDP માં પણ સકારાત્મક વધારો થશે, એવો મહત્ત્વપૂર્ણ સંદેશ આપ્યો હતો.સાથે સાથે વિવિધ દેશો સાથે થયેલ FTA થકી ભારતના ઉધોગને મહતમ ફાયદાની વિશેષ માહિતી આપી હતી

સાથે જ, સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે કોઈપણ મંત્રાલય કે સરકારી વિભાગની માહિતી અથવા માર્ગદર્શનની જરૂર પડે તો ગમે ત્યારે સંપર્ક કરવા અને જરૂરી સહયોગ મેળવવા માટે તેમણે હકારાત્મક ખાતરી આપી હતી. આ માર્ગદર્શન ઉદ્યોગજગત માટે નવી તકોના દ્વાર ખોલનારું અને પ્રેરણાદાયી છે. ઉદ્યોગોના પ્રશ્નોને ગંભીરતાથી સાંભળવા, સરકારની વિવિધ યોજનાઓથી માહિતગાર કરવા અને ઉદ્યોગોને આગળ વધારવા માટે સહયોગની ખાતરી આપવા બદલ ડૉ. મનસુખભાઈ માંડવિયા, રાજ્યકક્ષાના મંત્રી કાંતિભાઈ અમૃતિયાજી તથા ભારત સરકારનો આભાર  વ્યક્ત કર્યો હતો આ તકે મોરબી સિરામિક એસો.ના પ્રમુખ મનોજભાઈ એરવાડીયા, સંદીપભાઈ કૂંડારીયા, નરેન્દ્રભાઈ સંઘાત, તેમજ માજી પ્રમુખ મુકેશભાઈ કુંડારીયા, નિલેશભાઈ જેતપરિયા અને સુખદેવભાઈ પટેલ સહિત અનેક સિરામિક ઉદ્યોગકારો હાજર રહ્યા હતા.










Latest News