અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે ટ્રક પાછળ એસટીની બસ અથડાતાં પિતા-પુત્રને ઇજા મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં હવે નણંદની ધરપકડ મોરબીમાં ઝૂંપડામાંથી 450 બોટલ દારૂ અને 96 બીયરના ટીન પકડવાના ગુનામાં માલ મંગાવનાર શખ્સની ધરપકડ મોરબી મત્સ્યૌદ્યોગ વિભાગના અધિક્ષક કોન્ટ્રાકટર પાસેથી 50 હજારની લાંચ લેતા રાજકોટમાં પકડાયા મોરબીમાં રસોડા કામ માટે જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબીના લાલપર ગામેથી યુવાન ૧૦ દિવસથી ગુમ, શોધખોળ શરૂ મોરબી નજીકથી 15 ઘેટા બકરા લઈ જતી બોલેરો ગાડી સાથે બે શખ્સની ધરપકડ: 5.45 લાખનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ


SHARE







મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં વિદ્યુતનગરના ઢાળ પાસે બી ડિવિઝન પોલીસ સ્ટેશનની નજીક દેશી દારૂનું વેચાણ થતું હોવાની અગાઉ અનેક વખત ફરિયાદો ઉઠી છે અને ગત તા 8/5 ના રોજ સ્થાનિક લોકો દ્વારા આ બાબતે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેખિત રજૂઆત પણ કરવામાં આવી હતી તેમ છતાં પણ તે વિસ્તારની અંદર દેશી વેચાણ થતું હોવાની જાણ થતા સ્થાનિક લોકો દ્વારા પોલીસને સાથે રાખીને જનતા રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી 10 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસ દ્વારા દારૂના જથ્થાને કબજે કરવામાં આવ્યો હતો અને આ બનાવ સંદર્ભે હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દિનેશ સોમાભાઈ પુરબીયા (37) રહે વિદ્યુતનગર મફતિયાપરા મોરબી વાળા સામે ગુનો નોંધવામાં આવ્યો છે અત્રે ઉલ્લેખની છે કે સ્થાનિક લોકો દ્વારા અવારનવાર દારૂના દુષણને ડામવા માટે રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં પણ નકકર કાર્યવાહી કરવામાં આવતી નથી જેથી કરીને લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે અને આ દારૂના દૂષણ ને હવે ડામવામાં નહીં આવે તો આગામી સમયમાં વિદ્યુતનગર અને હરિઓમ પાર્ક સોસાયટીના લોકો રાજકોટના રેન્જ આઇજી ને રજૂઆત કરવા માટે જશે તેવું જણાવ્યું છે.






Latest News