મોરબીના ભડીયાદ ગામે જાહેરમાં મારામારી, ઇજાગ્રસ્ત પાંચ યુવાન સારવારમાં મોરબીમાં બનેવી સાથેના મનદુખનો ખાર રાખીને સાળાને બે શખ્સોએ લાકડી અને પાઇપ વડે બેફામ માર મારતા યુવાનને મલ્ટી ફ્રેકચર હળવદમાં પાઇપ તૂટતાં નીચે પડેલા શખ્સે ગુપ્ત ભાગે પાટુ મારતા યુવાનના શુક્રપિંડનો કાયમી નાશ મોરબીમાંથી એસઓજી ટીમે ચોરાઉ બાઇક સાથે એક શખ્સને પકડ્યો શિક્ષકો ધારે તો વડાપ્રધાનના વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરી શકે છે” : મંત્રી કાંતિભાઈ અમૃતિયા મોરબી જિલ્લા કક્ષાના શિક્ષક દિનની ઉજવણીમાં શ્રેષ્ઠ શિક્ષકો, ધોરણ ૧૦ અને ૧૨ માં જિલ્લામાં પ્રથમ ત્રણ ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓ તથા ૧૦૦ ટકા પરિણામ મેળવનારી શાળાનું લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા પાડા પુલ પરની 100 જેટલી બેન્ચનું રંગરોગાન કરી નવીનીકરણ મોરેમોરો: મોરબી નજીક ટ્રક ડમ્પર સાથે અથડાતાં આધેડને બંને પગમાં ફ્રેકચર-હાથમાં ગંભીર ઇજા મોરબીના જાંબુડીયા-વાંકાનેરના તીથવા ગામે જુગારની જુદીજુદી બે રેડમાં 10 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો


SHARE





રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો

વાંકાનેરમાં રહેતા શખ્સને ભરણપોષણના કેસમાં જેલની સજા થઈ હતી અને ત્યારબાદ તેને હાઈકોર્ટમાંથી પેરોલ મેળવીને રાજકોટની જેલમાંથી મુક્તિ મેળવી હતી અને ત્યારબાદ તે પરત જેલમાં હાજર ન થતા પેરોલ જમ્પ કરનારા કેદી સામે રાજકોટ જેલના જેલર દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

વાંકાનેર પોલીસ સ્ટેશન ખાતે રાજકોટ મધ્યસ્થ જેલના જેલર કે.જી. સિસોદિયા દ્વારા ફિરોજભાઈ અબ્દુલભાઈ બ્લોચ રહે. ભાટિયા સોસાયટી ત્રિલોકધામ શેરી નં 3 વાંકાનેર વાળા સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં તેને જણાવ્યું છે કે, આરોપીએ હાઇકોર્ટમાંથી પેરોલ મેળવીને જેલમાંથી મુક્તિ મેળવી હતી અને ત્યારબાદ તા.10/4/2026 ના રોજ તેને જેલમાં પરત હાજર થવાનું હોય તે જેલમાં હાજર થયેલ ન હોય હાલમાં પેરોલ જમ્પ કરનાર કેદી સામે જેલર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે આ બનાવની આગળની વધુ તપાસ કરતા ભોજરાજસિંહ ઝાલા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ફિરોજભાઈ સામે ભરણપોષણનો કેસ કર્યો હતો જેમાં તેઓએ પૈસા ભર્યા ન હોવાના કારણે તેમને જેલની સજા થઈ હતી અને પેરોલ મેળવ્યા બાદ પેરોલ જમ્પ કરીને નાસી ગયેલ છે જેથી ગુનો નોંધીને પોલીસે તેને શોધવા માટેની તજવીજ હાથ ધરી છે.

હાર્ટ અટેકથી આધેડનું મોત

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ રામદેવપીરના મંદિર પાસે કાળીપાટ નજીક રહેતા ભીમજીભાઈ ધનાભાઈ સોલંકી (55) નામના આધેડ પોતે પોતાના ઘરે હતા ત્યારે કોઈ કારણોસર તેમનું મોત નીપજ્યું હતું જેથી તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક આધેડના દીકરા દિનેશભાઈ સોલંકી દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી અને વધુમાં આ બનાવની તપાસ કરતાં આર.આર. મિયાત્રા પાસેથી જાણવા મળ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં આધેડનું મોત હાર્ટ એટેક થયુ હોવાનું સામે આવ્યું છે જો કે વીસેરા લઈને મોતનું ચોક્કસ કારણ જાણવા માટેની કાર્યવાહી હાથ કરાય છે.




Latest News