મોરબીમાં રવાપર ગામે રહેતા યુવાને હાથ ઉછીના લીધેલ રૂપિયા પાછા આપી દીધા તો પણ ધમકીઓ ચાલુ ! મોરબી શહેર-વાંકનેરના મકતાનપરમાં દારૂની જુદીજુદી બે રેડ: 182 બોટલ દારૂ ઝડપાયો, આરોપીઓની શોધખોળ હળવદમાં મામાદેવના મંદિરમાંથી ચાંદીના 15 છતરની ચોરી હળવદના જુના વેગડવાવ ગામે યુવાન ઉપર દંપતીએ કર્યો ધારિયા વડે હુમલો: હાથની આંગળીમાં બચકું ભરી લીધું વગર વરસાદે પાણી-પાણી: મોરબીમાં મચ્છુની કેનાલ ઓવરફલો થતાં રવાપર ચોકડીએ પાણી ભરાઈ ગયું, તંત્રની ઘોર બેદરકારી મોરબીના ઋષભનગર વિસ્તારમાંથી રાજકોટની પરણીતા ગુમ: શોધખોળ ચાલુ મોરબીમાં જુદાજુદા સમયે ગુમ થયેલ બે યુવાન હેમખેમ મળી આવ્યા મોરબી નજીક કારખાનામાં સર્જાયેલ અકસ્માતના બનાવમાં યુવાનનું મોત નિપજ્વા મામલે બે ક્રેન ઓપરેટરની કરાઇ ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં વેચાણ કરારથી યુવાનને ટ્રક આપી દીધા બાદ પાછો પડાવી લઈને 21.37 લાખની છેતરપિંડી, ખંડણી અને વિશ્વાસઘાતના ગુનામાં આરોપી ઝડપાયો


SHARE











મોરબીમાં વેચાણ કરારથી યુવાનને ટ્રક આપી દીધા બાદ પાછો પડાવી લઈને 21.37 લાખની છેતરપિંડી, ખંડણી અને વિશ્વાસઘાતના ગુનામાં આરોપી ઝડપાયો

મોરબીના રફાળેશ્વર ગામે રહેતા યુવાને વેચાણ કરાર કરીને વાંકાનેરના ચંદ્રપુર ગામે રહેતા શખ્સ પાસેથી ટ્રકની ખરીદી કરી હતી અને ટ્રકનો કબજો મેળવ્યો હતો ત્યારબાદ યુવાન દર મહિને ટ્રકના હપ્તો ભરતા હતો તેવામાં ટ્રક વેચનાર શખ્સે ફરિયાદીના ઘરે આવીને ત્યાં છરી બતાવીને બળજબરીથી ટ્રકની ચાવી જુઠવી લઈ યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ટ્રક લઈ ગયેલ છે અને ટ્રક કે રૂપિયા પરત આપેલ નથી જો કે, યુવાને હપ્તા સહિત કુલ મળીને 21,37,500 રૂપિયા ભરેલા છે જેથી યુવાન સાથે ખંડણી, વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ કરી હતી જે ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના એંજાર ગામના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે શ્રી રામ ટ્રાન્સપોર્ટની ઓફિસની બાજુમાં મોન્ટુભાઇના મકાનમાં ભાડેથી રહેતા ઘનશ્યામભાઈ દેવાભાઈ જરવલિયા (39)એ ગત ફેબ્રુઆરી માહિનામાં ઇરફાનભાઇ ઈસ્માઈલભાઈ સમા રહે. ચંદ્રપુર વાંકાનેર વાળાની સામે ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યુ હતું કે, તેઓએ આરોપી પાસેથી વેચાણ કરાર કરીને ટ્રક નંબર જીજે 14 એક્સ 8977 ને વેચાણ કરાર કર્યા બાદ 4.89 લાખ રૂપિયા આપીને લીધો હતો અને તે ટ્રક ફરિયાદીના કબજોમાં હતો અને ફરિયાદી તેના દર મહિને હપ્તા ભરતો હતો તેવામાં આરોપીએ ફરિયાદીના ઘરે આવીને ફરિયાદી તથા સાહેદોને છરી બતાવીને બળજબરી પૂર્વક ટ્રકની ચાવી પડાવી લીધી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ફરિયાદીના કબજામાં જે ટ્રક હતો તે લઈ જઈને આજ દિવસ સુધી તેને ટ્રક કે રૂપિયા પરત આપવામાં આવેલ નથી અને ફરિયાદીએ ટ્રક પેટે કુલ મળીને 21,37,500 ભરેલા હતા તેમ છતાં પણ ટ્રક લઈ ગયેલ છે જેથી યુવાને ખંડણી, વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ કરી હતી જે ગુનામાં આરોપીને પકડવા માટેની તજવીજ ચાલી રહી હતી તેવામાં આરોપીને પકડવા માટે મોરબી જિલ્લા એલસીબીના પીઆઇ આર.સી.ગોહિલના માર્ગદર્શન હેઠળ ટિમ કામ કરી રહી છે અને નાસતા ફરતા આરોપીઓને શોધી રહી હતી દરમ્યાન જયેશભાઇ વાઘેલા અને બ્રિજેશભાઇ કાસુન્દ્રાને સંયુક્તમાં ખાનગીરાહે હકિકત મળેલ કે, ખંડણી, છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં નાસતો ફરતો આરોપી ઇરફાનભાઇ ઉર્ફે સબીર ઇસ્માઇલભાઇ સમા રહે. ચંન્દ્રપુર ગેલેકસી સ્કુલ પાસે ગેલેકસી પાર્ક વાંકાનેર વાળો હાલે પોતાના રહેણાંક મકાને છે જેથી કરીને પોલીસે ત્યાં જઈને સ્થળ ઉપરથી આરોપી ઇરફાનભાઇ ઉર્ફે સબીર ઇસ્માઇલભાઇ સમા (34) રહે. ચંન્દ્રપુર વાંકાનેર વાળાને ઝડપી લીધો હતો અને હાલમાં આરોપીને આગળની કાર્યવાહી માટે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે. કામગીરી એલસીબી પીઆઇ આર.સી.ગોહીલની સૂચના મુજબ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.






Latest News