મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

વાંકાનેરની ઢુવા ચોકડી પાસે ગેરકાયદેસર રીતે ગેસના બાટલાનું રિફિંલિંગ કરતો વેપારી ઝડપાયો: 25 બટલા કબ્જે


SHARE









વાંકાનેરની ઢુવા ચોકડી પાસે ગેરકાયદેસર રીતે ગેસના બાટલાનું રિફિંલિંગ કરતો વેપારી ઝડપાયો: 25 બટલા કબ્જે

વાંકાનેરની ઢુવા ચોકડી નજીક એ.કે.હોટલની નીચેના ભાગમાં આવેલ દુકાનમાં ગેરકાયદેસર રીતે ગેસના બાટલાનું રિફિંલિંગ કરવામાં આવતું હતું ત્યાં એસઓજીની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી અને ત્યારે સ્થળ ઉપરથી જુદી જુદી ગેસ કંપનીના 25 બાટલા તથા વજન કાંટો વગેરે મળીને 43,650 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને આરોપીની ધરપકડ કરી તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ ઢુવા ચોકડી પાસે એ.કે.હોટલની નીચેના ભાગમાં આવેલ દુકાનમાં ગેરકાયદેસર રીતે ગેસના બાટલાને રિફિલિંગ કરવામાં આવે છે તેવી હકીકત એસઓજીની ટીમને મળી હતી જેના આધારે ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર કોઈપણ પ્રકારના સેફ્ટીના સાધનો રાખ્યા વગર અને લોકોની જિંદગી જોખમમાં મુકાય તે રીતે ગેસના બાટલાને રિફિલિંગ કરવામાં આવતું હોવાનું ધ્યાન ઉપર આવ્યું હતું જેથી એસોજીની ટીમ દ્વારા સ્થળ ઉપરથી ગો ગેસ કંપનીના કોમર્શિયલ ખાલી અને ભરેલા 13 બાટલા, પૂરે ગેસ કંપનીના લાલ કલરના ગેસના ખાલી 2 કોમર્શિયલ બાટલા, સુપર ગેસ કંપનીના ખાલી અને ભરેલા 6 બાટલા, કેપ્શન કંપનીના ગેસના ખાલી 4 બાટલા અને એક વજન કાંટો તેમજ ગેસના બાટલામાં રીપેરીંગ કરવા માટે થઈને નાની અને મોટી કુલ મળીને 5 નીપલ આમ કુલ મળીને 43,650 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી હનીફભાઈ હુસેનભાઇ બાવરા (47) રહે. વાકિયા તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News