અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે ટ્રક પાછળ એસટીની બસ અથડાતાં પિતા-પુત્રને ઇજા મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં હવે નણંદની ધરપકડ મોરબીમાં ઝૂંપડામાંથી 450 બોટલ દારૂ અને 96 બીયરના ટીન પકડવાના ગુનામાં માલ મંગાવનાર શખ્સની ધરપકડ મોરબી મત્સ્યૌદ્યોગ વિભાગના અધિક્ષક કોન્ટ્રાકટર પાસેથી 50 હજારની લાંચ લેતા રાજકોટમાં પકડાયા મોરબીમાં રસોડા કામ માટે જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબીના લાલપર ગામેથી યુવાન ૧૦ દિવસથી ગુમ, શોધખોળ શરૂ મોરબી નજીકથી 15 ઘેટા બકરા લઈ જતી બોલેરો ગાડી સાથે બે શખ્સની ધરપકડ: 5.45 લાખનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

હળવદમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય


SHARE







હળવદમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય

સરકારની નિરાધાર વૃદ્ધ સહાય યોજના, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના તેમજ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના (વિધવા સહાય) નો લાભ મેળવતા હળવદ ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના તમામ લાભાર્થીઓએ દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ પોતાની હયાતીની ખરાઈ કરાવવાની રહેશે

આ વર્ષે હયાતીની ખરાઈ પ્રક્રિયા ઓનલાઈન ‘Beneficiary Satyapan Application’ દ્વારા ફેસ ઓથેન્ટિકેશન અથવા બાયોમેટ્રિક માધ્યમથી કરવાની હોવાથી લાભાર્થીઓ પોતાના મોબાઈલમાં પ્લેસ્ટોરમાંથી આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી જાતે જ ઘરે બેઠા ઓનલાઈન સત્યાપન કરી શકશે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ પોતાની ગ્રામ પંચાયતના TCM અથવા VCE પાસે જઈને પણ ખરાઈ કરાવી શકશે. જે લાભાર્થીઓ મામલતદાર કચેરી ખાતે રૂબરૂ ખરાઈ કરાવવા ઈચ્છતા હોય તેમણે કચેરીની સહાય શાખા, જન સેવા કેન્દ્ર , મામલતદાર કચેરી ખાતે આધારકાર્ડ અને ઓટીપી (OTP) માટે પોતાનો મોબાઈલ ફોન સાથે લાવવો ફરજિયાત રહેશે. આગામી તારીખ 30/05/2026 સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી આવશ્યક છે, અન્યથા નિયમાનુસાર પેન્શનનો લાભ બંધ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જેની હળવદના તમામ સંબંધિત લાભાર્થીઓએ ખાસ નોંધ લેવા હળવદ મામલતદાર એન.આર. રાઠવાની યાદીમાં જણાવાયું છે.






Latest News