મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

હળવદમાંથી પાણીપુરીના તીખા-મીઠા પાણી સહિત ૮ નમૂના લેવાયા


SHARE









હળવદમાંથી પાણીપુરીના તીખા-મીઠા પાણી સહિત ૮ નમૂના લેવાયા

મોરબી જીલ્લામાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે કાર્યવાહી કરવામાં આવે છે તેવામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર મોરબી દ્વારા હળવદ શહેરમાં પાણીપુરી તેમજ નાસ્તાની લારીઓ પર સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું અને ખાદ્યપદાર્થોની ગુણવત્તા તેમજ સ્વચ્છતાના ધોરણોની ચકાસણી કરીને અખાદ્ય ચીજવસ્તુઓનો સ્થળ ઉપર જ નાશ કર્યો હતો.

તંત્ર દ્વારા હળવદના વિવિધ વિસ્તારોમાં કુલ ૯ જેટલી લારીઓ પર તપાસ કરવામાં આવી હતી. જેમાં માનવ આરોગ્ય માટે હાનિકારક એવી અખાદ્ય ચટણી તથા નાસ્તો પીરસવા માટે ઉપયોગમાં લેવાતા જેટલા ન્યૂઝપેપરના કાગળો મળી આવતા તેનો તાત્કાલિક નાશ કરવામાં આવ્યો હતો. આ કામગીરી દરમિયાન ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમ દ્વારા પાણીપુરીનો મસાલો, પાણીપુરીનું તીખું-મીઠું પાણી તેમજ અન્ય નાસ્તાના પદાર્થો મળી કુલ ૮ નમૂનાઓ લેવામાં આવ્યા છે. આ તમામ નમૂનાઓને પૃથ્થકરણ માટે સરકારી પ્રયોગશાળામાં મોકલી આપવામાં આવ્યા છે. પ્રયોગશાળાનો રિપોર્ટ આવ્યા બાદ નિયમાનુસાર આગળની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.




Latest News