મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલાશે: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ મોરબી જિલ્લાના સરતાનપર રોડ ઉપર કોઝવેમાં આખો ટ્રક તણાઈ ગયો મોરબીના નગર દરવાજા ચોકમાં ચાલુ વરસાદે વીજ લાઈનમાં શોર્ટ સર્કિટના લીધે કડાકા ભડાકા થતા લોકોમાં નાસભાગ મોરબી એસપી રોડના ખુણે 122 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો, એકની શોધખોળ મોરબીમાં વોર્ડ નં-2 મહીલા કોર્પોરેટર રાજીનામું આપવા ભાજપ કાર્યાલય પહોચ્યા મોરબીના ધરમપુર-ટીંબડી બ્રિજના ચાલુ કામે ડાયવર્ઝન પર પાણી ફરી વળતા રસ્તો વાહનવ્યવહાર માટે બંધ
Breaking news
Morbi Today

મોરબી-વાંકાનેરમાં આઈપીએલની મેચ ઉપર જુગાર રમતા કુલ 3 શખ્સ પકડાયા: બેની શોધખોળ


SHARE







મોરબી-વાંકાનેરમાં આઈપીએલની મેચ ઉપર જુગાર રમતા કુલ 3 શખ્સ પકડાયા: બેની શોધખોળ

મોરબીમાં શારદા સોસાયટી નજીક આવેલ શોપિંગ સેન્ટરની પાછળના ભાગમાં આઈપીએલની મેચ ઉપર જુગાર રમતા હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે ત્યાં રેડ કરીને ક્રિકેટ મેચ ઉપર હાર જીતનો જુગાર રમતા બે શખ્સને રોકડા રૂપિયા, મોબાઇલ અને બાઇક મળીને 1.05 લાખથી વધુના મુદામાલ સાથે ઝડપી લીધેલ છે અને જુગાર રમવા માટે આઈડી આપનારનું નામ સામે આવ્યું હોય ત્રણેય સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વાંકાનેરના નવાપરા નાકા પાસે નેશનલ હાઇવેના સર્વિસ રોડ આઈપીએલની મેચ ઉપર જુગાર રમતા એક શખ્સ પકડાયો છે અને બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે શારદા સોસાયટીના નાકે કોહીનુર શોપિંગ સેન્ટરની પાછળના ભાગમાં આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર જુગાર રમી રહ્યા હોવાની હકીકત મળી હતી જેના આધારે ત્યાં પોલીસે રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી આઓપીએલની ક્રિકેટ મેચ ઉપર જુગાર રમતા મોસીન ઉમેદભાઈ વલીયાણી (36) રહે. શારદા સોસાયટી મોરબી તથા જીગ્નેશભાઈ કાંતિભાઈ રામોલિયા (37) રહે. મહાવીર એપાર્ટમેન્ટ મોરબી વાળા મળી આવેલ હોય પોલીસે તેની પાસેથી 5,500 ની રોકડ, 40 હજાર રૂપિયાની કિંમતના 4 મોબાઈલ ફોન તેમજ 50 હજાર રૂપિયાની કિંમતનું બાઈક નંબર જીજે 21 ડીડી 5010 આમ કુલ મળીને 1,05,500 ની કિંમતનો મુદ્દામા કબજે કર્યો છે અને ક્રિકેટ મેચ ઉપર જુગાર રમવા માટે આઇડી આપનાર જયદીપ ઉર્ફે જલો રહે. મોરબી વાળાનું નામ સામે આવ્યું હોય પોલીસે ત્રણેયની સામે ગુનો નોંધીને ત્રીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

વાંકાનેરના નવાપરા નાકા પાસે નેશનલ હાઇવેના સર્વિસ રોડ ઉપર મહમંદઅલી હાલાના કબજા વાળા મોબાઈલ ફોન ઉપર વાતચીત કરીને આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર હાર જીતનો જુગાર રમતા હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે 750 રૂપિયા રોકડા તથા 10 હજાર રૂપિયાની કિંમતનો મોબાઇલ ફોન આમ કુલ મળીને 10,700 ની કિંમતના મુદ્દામાલ સાથે આરોપી મહમદઅલીભાઈ ઉર્ફે ગટીભાઇ સુમારભાઈ હાલા (42) રહે, મિલ પ્લોટ સત્યનારાયણ વાળી શેરી વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે અને તે જેની સાથે મોબાઈલ ફોન ઉપર સોદા લખાવીને હાર જીતનો જુગાર રમતો હતો તેના મોબાઈલ નંબર સામે આવ્યા હોય બંને સામે ગુનો નોંધીને પોલીસે બીજા આરોપીને પકડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News