હળવદમાં મામાદેવના મંદિરમાંથી ચાંદીના 15 છતરની ચોરી હળવદના જુના વેગડવાવ ગામે યુવાન ઉપર દંપતીએ કર્યો ધારિયા વડે હુમલો: હાથની આંગળીમાં બચકું ભરી લીધું વગર વરસાદે પાણી-પાણી: મોરબીમાં મચ્છુની કેનાલ ઓવરફલો થતાં રવાપર ચોકડીએ પાણી ભરાઈ ગયું, તંત્રની ઘોર બેદરકારી મોરબીના ઋષભનગર વિસ્તારમાંથી રાજકોટની પરણીતા ગુમ: શોધખોળ ચાલુ મોરબીમાં જુદાજુદા સમયે ગુમ થયેલ બે યુવાન હેમખેમ મળી આવ્યા મોરબી નજીક કારખાનામાં સર્જાયેલ અકસ્માતના બનાવમાં યુવાનનું મોત નિપજ્વા મામલે બે ક્રેન ઓપરેટરની કરાઇ ધરપકડ સિરામિક સિટી મોરબી હવે એજ્યુકેશન હબ; બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામો સાથે રાજ્યભરમાં અગ્રેસર મોરબી જિલ્લામાં દેશના વડાપ્રધાનના ૧૨ વર્ષના સફળ કાર્યકાળના અવસરે ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના સરતાનપર રોડ ઉપર કારથી બાઇકને ટક્કર મારીને ધોળા દિવસે છરીની અણીએ 9.88 લાખની લૂંટ


SHARE











મોરબીના સરતાનપર રોડ ઉપર કારથી બાઇકને ટક્કર મારીને ધોળા દિવસે છરીની અણીએ 9.88 લાખની લૂંટ

મોરબીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઊઠે તેવી ઘટનાઓ રોજે રોજ સામે આવતી હોય છે તેવામાં સોમવારે બપોરના પોણા બે વાગ્યાના અરસામાં મોરબીના સરતાનપર રોડ ઉપરથી યુવાનો બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઇકને કારથી ટક્કર મારવામાં આવી હતી ત્યાર બાદ કારમાંથી ત્રણ બુકનીધારી શખ્સો નીચે ઉતાર્યા હતા અને યુવાનને છરી બતાવીને તેની પાસે રહેલ રહેલા 9.89 લાખ રૂપિયાની લૂંટ કરવામાં આવી હતી અને કાર લઈને આવેલા ત્રણ શખ્સો લૂંટ કરીને નાસી ગયા હતા. આ બનાવમાં ઇજા પામે યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બનાવની ફરિયાદ લેવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે.

મોરબી જિલ્લામાં હત્યા, હત્યાનો પ્રયાસ, હુમલો, મારામારી વિગેરે જેવી ઘટનાઓ રોજિંદી બની ગઈ છે અને કોઈને કોઈ વિસ્તારની અંદર ગંભીર ક્રાઇમની ઘટના સામે આવતી હોય છે ત્યારે સોમવારે બપોરના પોણા બે વાગ્યાના અરસામાં મોરબી તાલુકાના માણેકવાડા ગામે રહેતો અને છેલ્લા પાંચેક વર્ષથી મની ટ્રાન્સફરમાં કલેક્શનનું કમિશન ઉપર કામ કરતો ફારુક રજાકભાઈ સુમરા (26) નામનો યુવાન મોરબી તાલુકાના લાલપર તેમજ વાંકાનેર તાલુકાના ઢુવા, માટે અને સરતાનપર રોડ ઉપરના જુદા જુદા કલેક્શન સેન્ટરો ઉપરથી રોકડા રૂપિયા લઈને પોતાના થેલામાં તે રૂપિયા મૂકીને પોતાના બાઈક ઉપર સરતાનપર રોડે આવેલ મોટો સીરામીકથી સેન્સો ચોકડી તરફ જવાના રસ્તા ઉપર જઈ રહ્યો હતો દરમિયાન સ્વિફ્ટ ગાડી નંબર જીજે 27 કે 1126 લઈને આવેલ 3 અજાણ્યા બુકાનીધારી શખ્સો દ્વારા ફારુક સુમરાના બાઈક સાથે કાર અથડાવીને અકસ્માત કરવામાં આવેલ હતો અને ત્યારબાદ કારમાં આવેલા ત્રણ પૈકીનાં એક શખ્સે છરી બતાવી હતી અને ફારૂક સુમરા પાસેથી રોકડા 9.88 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી અને કાર લઈને ત્રણેય શખ્સો નાસી ગયા હતા જોકે, લૂંટ કરવા આવેલા શખ્સોની કારની એક બાજુની નંબર પ્લેટ ભોગ બનેલા યુવાને ખેંચી લીધી હતી જેથી કરીને હાલમાં પોલીસે ઇજા પામેલા યુવાનની ફરિયાદ લેવા માટેની કાર્યવાહી શરૂ કરી છે અને ભોગ બનેલા યુવાન પાસેથી જે નંબર પ્લેટ મળી આવેલ છે તે નંબર આધારે જુદી જુદી દિશામાં તપાસ કરીને આરોપીઓને પકડવા માટેની તજવીજ શરૂ કરી છે.






Latest News