મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં સગાઇ તૂટી ગયા બાદ ગુમસુમ રહેતી યુવતીએ જીવન ટુંકાવ્યું


SHARE









મોરબીમાં સગાઇ તૂટી ગયા બાદ ગુમસુમ રહેતી યુવતીનો ગળેફાંસો ખાઇ આપઘાત

મોરબીમાં સગાઇ તુટી જવાથી ગુમસુમ રહેતી યુવતીએ ગળેફાંસો ખાઇ લેતા તેણીનું મોત નિપજ્યું હતું. સીટી એ-ડીવીઝન પોલીસ મથકના ધ્રુવરાજસિંહ પાસેથી મળતી વિગતો મુજબ કંડલા બાયપાસ દલવાડી સર્કલની પાસે આવેલ પચ્ચીસ વારીયામાં રહેતા પરિવારની પલ્લવીબેન મનીષભાઇ બારોટ નામની 20 વર્ષની યુવતીએ તેના ઘરે ગળેફાંસો ખાઇ લેતા તેનું મોત નિપજ્યું હતું. તેના મૃતદેહને અત્રેની સિવિલે લાવવામાં આવતા ફોરેન્સીક પીએમ કરવામાં આવ્યું હતું.

મૃતક પાસેથી સુસાઇડ નોટ મળી આવેલ હતી. પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે મૃતક પલ્લવીબેન બારોટની સગાઇ તુટી ગયા બાદ તે ગુમસુમ રહેતી હતી અને અંતે અંતિમ પગલું ભરી લેતા તેણીનું મોત થયું હતું.

મારામારીમાં ઇજા
મોરબી લાતી પ્લોટ શેરી નં. 7 પાસેથી જોન્સનગરમાં રહેતા ઝુબેર રજાકભાઇ રાજા (19)ને ઘર પાસે મારામારીમાં ઇજા થતાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જ્યારે રાજકોટ હાઇવે ઉપરની ઓનેસ્ટ હોટલ પાસે થયેલ મારામારીમાં ઇજા પામેલા યુનુસ સાઉદીન મોવર (ઉ.વ. 11, રહે. માળીયા મી.) ને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. વાંકાનેરના બસ સ્ટેશન પાસે થયેલ મારામારીમાં ઇજાગ્રસ્ત થયેલા રફીકભાઇ ઉમરભાઇ સંધવાણી (ઉ.વ. 28, રહે. વાંકાનેર)ને વધુ સારવાર માટે વાંકાનેરથી અત્રેની સિવિલે લાવવામાં આવ્યો હતો.

અકસ્માતે ઇજા
મોરબી-ટંકારા હાઇવે ઉપર થયેલા અકસ્માતમાં ઇજા પામેલા અનિલ ભરતભાઇ અગ્રાવત (ઉ.વ. 27, રહે. જસાપર, તા. માળીયા-મિં.) અને જયેશ મોહનભાઇ વાઘેલા (ઉ.વ. 17)ને અહીંની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. કચ્છના અંજાર ખાતે થયેલ મારામારીમાં ઇજા પામેલા લીલાબેન લાખાભાઇ ચૌહાણ (ઉ.વ. 45, રહે. રફાળેશ્ર્વર, તા. મોરબી)ને સિવિલે સારવાર માટે લાવવામાં આવતા પોલીસે નોંધ કરી તપાસ કરી હતી.

દવા પી જતા
મોરબી જક્સીની વાડી બોરીયા પાર્ટી ખાતે રહેતા નિર્મળાબેન હરેશભાઇ પરમાર (ઉ.વ. 26) નામની મહિલા દવા પી જતાં અત્રેની મંગલમ હોસ્પીટલે લાવવામાં આવી હતી. પોલીસે તપાસ કરતા સામે આવ્યું હતું કે બનાવ પિયરમાં બનેલ છે અને બાળકોને મળવા દેતા ન હોવાથી લાગી આવતા પગલુ ભર્યું હતું.

તેમજ પંચાસર રોડ ખાતે ગોલાની લારી લઇને જતાં સમયે બાઇકના ચાલકે ટક્કર મારતા ઇજા પામેલા રફીકભાઇ વલીભાઇ ખોખર (ઉ.વ. 46, રહે. મહેન્દ્રપરા મોરબી)ને સિવિલે ખસેડાયા હતા. 
મોરબીના શનાળા રોડ સરદાર બાગ સામેની શાક માર્કેટમાં મારામારીમાં ઇજા પામેલ મીઠુભાઇ મુકેશભાઇ કંસારા (ઉ.વ. 24, રહે. માળીયા-વનાળીયા સોસાયટી, સામાકાંઠે)ને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હોવાનું પોલીસ સુત્રોએ જણાવેલ છે.




Latest News