હળવદમાં મામાદેવના મંદિરમાંથી ચાંદીના 15 છતરની ચોરી હળવદના જુના વેગડવાવ ગામે યુવાન ઉપર દંપતીએ કર્યો ધારિયા વડે હુમલો: હાથની આંગળીમાં બચકું ભરી લીધું વગર વરસાદે પાણી-પાણી: મોરબીમાં મચ્છુની કેનાલ ઓવરફલો થતાં રવાપર ચોકડીએ પાણી ભરાઈ ગયું, તંત્રની ઘોર બેદરકારી મોરબીના ઋષભનગર વિસ્તારમાંથી રાજકોટની પરણીતા ગુમ: શોધખોળ ચાલુ મોરબીમાં જુદાજુદા સમયે ગુમ થયેલ બે યુવાન હેમખેમ મળી આવ્યા મોરબી નજીક કારખાનામાં સર્જાયેલ અકસ્માતના બનાવમાં યુવાનનું મોત નિપજ્વા મામલે બે ક્રેન ઓપરેટરની કરાઇ ધરપકડ સિરામિક સિટી મોરબી હવે એજ્યુકેશન હબ; બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામો સાથે રાજ્યભરમાં અગ્રેસર મોરબી જિલ્લામાં દેશના વડાપ્રધાનના ૧૨ વર્ષના સફળ કાર્યકાળના અવસરે ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના લાલપર પાસે મનપાની ડમ્પિંગ સાઈટ 24 કલાક સગળતા ઘન કચરાથી સ્થાનિકો-ઉદ્યોગકારો ત્રાહિમામ


SHARE











મોરબીના લાલપર પાસે મનપાની ડમ્પિંગ સાઈટ 24 કલાક સગળતા ઘન કચરાથી સ્થાનિકો-ઉદ્યોગકારો ત્રાહિમામ

મોરબી નજીકના લાલપર ગામ પાસે મહાપાલિકાની ડમ્પિંગ સાઈટ આવેલી છે અને ત્યાં શહેરભરમાંથી એકત્રિત કરવામાં આવતો ઘન કચરો લાવવામાં આવે છે અને ત્યારબાદ તેનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાના બદલે ત્યાં કચરાને સળગાવવામાં આવતોહોય છે જેથી આ ડમ્પીંગ સાઇટની આસપાસમાં આવેલા કારખાનાની અંદર તથા કારખાનાના કવાર્ટરમાં રહેતા લોકોને ત્યાં રહેવું મુશ્કેલ બની ગયું છે.

સરકાર દ્વારા કચરાનો યોગ્ય રીતે નિકાલ થાય તે માટે થઈને ભીનો કચરો અને સૂકો કચરો અલગ લેવા માટેની વ્યવસ્થાઓ કરવામાં આવે છે આ ઉપરાંત ડમ્પિંગ સાઇટ ઉપર વૈજ્ઞાનિક ઢબે કચરાનો નિકાલ થાય તેના માટે લાખો નહીં પરંતુ કરોડો રૂપિયા ફાળવવામાં આવતા હોય છે તેમ છતાં પણ ક્યાંકને ક્યાંક તંત્રની બેદરકારી કે અવ્યવસ્થાના કારણે પૈસાનું પાણી થાય છે અને લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે આવો જ ઘાટ કંઈક મોરબી મહાપાલિકા વિસ્તારમાં જોવા મળી રહ્યો છે.

મોરબી નગરપાલિકા હતી ત્યારે મોરબી શહેરમાંથી જે ઘન કચરો એકત્રિત કરવામાં આવતો હતો તે જુદી જુદી બે ડમ્પિંગ સાઈટ ઉપર લઈ જવામાં આવતો હતો જેમાં રફાળેશ્વર અને લાલપરની ડમ્પીંગ સાઈડનો સમાવેશ થતો હતો જોકે, રફાળેશ્વર પાસે જે ડમ્પીંગ સાઈડ માટે જગ્યા ફાળવવામાં આવી હતી તે જગ્યાને હવે રેલવે વિભાગને ફાળવી દેવામાં આવી છે જેથી ત્યાંની ડમ્પિંગ સાઈટ બંધ થઈ ગઈ છે અને માત્ર લાલપર ગામ પાસે જે ડમ્પિંગ સાઇટ આવેલ છે ત્યાં જ મોરબી શહેરમાંથી એકત્રિત કરવામાં આવતા ઘન કચરાનો નિકાલ કરવામાં આવી રહ્યો છે.

હાલમાં મહાપાલિકાના અધિકારી સૂત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના જુદા જુદા 13 વોર્ડમાંથી એક દિવસ દરમિયાન 190 ટન જેટલો કચરો નીકળે છે જેનો લાલપર ગામ પાસે આવેલ ડમ્પિંગ સાઈડ પાસે નિકાલ કરવામાં આવે છે જોકે આ જગ્યા ઉપર વૈજ્ઞાનિક ઢબે કચરાને વર્ગીકૃત કરીને તેનો નિકાલ કરવામાં આવતો નથી પરંતુ કચરાના ઢગલા કરવામાં આવ્યા બાદ ત્યાં આગ ચાપી દેવામાં આવે છે અને તેના કારણે 24 કલાક ધુમાડાના ગોટે ગોટા ત્યાં ઉડતા હોય છે જેથી કરીને આ ડમ્પીંગ સાઇટની આસપાસમાં આવેલા કારખાનાઓની અંદર તથા કારખાનાના કવાર્ટરની અંદર રહેતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

આટલું જ નહીં પરંતુ આસપાસના રહેણાંક વિસ્તારમાં પણ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે જેથી આ કાયમીની પીડામાંથી સ્થાનિક લોકોને મુક્તિ અપાવવા માટે થઈને લોકોની માંગ ઉઠી રહી છે ત્યારે આ બાબતે મહાપાલિકાના ડેપ્યુટી કમિશનર સંજયભાઈ સોનીજણાવ્યું હતું કે સળગતો કચરો ડમ્પીંગ સાઈટ ઉપર ક્યારેક જતો હોવાના કારણે આગ લાગવાની ઘટના બનતી હોય છે. જોકે, સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે 24 કલાક ત્યાં કચરાના ઢગલા સળગતા હોય છે ત્યારે અધિકારી કેટલું સાચું બોલે છે તે પણ તપાસનો વિષય છે.






Latest News