મોરબી મહાપાલિકાની નવી ઝોન ઓફિસના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લોટ, પાણીને લાકડા: શહેર કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનાના વાંધા સૂચનો મંગાવ્યા માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો
Breaking news
Morbi Today

મોરબી ITI ખાતે મહિલાઓ માટે અત્યાધુનિક કોર્સ-૧૦૦ બેડની નવી હોસ્ટેલ શરૂ થશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા


SHARE







મોરબી ITI ખાતે મહિલાઓ માટે અત્યાધુનિક કોર્સ-૧૦૦ બેડની નવી હોસ્ટેલ શરૂ થશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા

ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયાએ ગત રોજ મોરબી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) ની સૌજન્ય મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન મંત્રીએ સંસ્થાની શૈક્ષણિક પ્રવૃત્તિઓની સમીક્ષા કરવાની સાથે મહિલા સશક્તિકરણ અને સંસ્થાના ભૌતિક વિકાસ માટે મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી.

મંત્રીશ્રીએ સંસ્થાના પ્રિન્સિપલ શ્રીમતી માયાબેન પટેલ સાથેની ચર્ચામાં જણાવ્યું હતું કે, આગામી શૈક્ષણિક વર્ષથી મોરબી આઈ.ટી.આઈ. ખાતે મહિલાઓ માટે અત્યાધુનિક તાલીમ વર્ગો (Advanced Courses) શરૂ કરવામાં આવશે. મોરબી જિલ્લાની વધુમાં વધુ મહિલાઓ આ કૌશલ્યવર્ધક તાલીમ મેળવી આત્મનિર્ભર બને તે માટે જરૂરી પ્રચાર-પ્રસાર કરવા તેમણે માર્ગદર્શન આપ્યું હતું.તાલીમાર્થીઓની સુવિધામાં વધારો કરવા માટે સંસ્થાના કેમ્પસમાં ટૂંક સમયમાં ૧૦૦ બેડની ક્ષમતાવાળી નવી અદ્યતન હોસ્ટેલ બિલ્ડીંગનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત, પ્રવર્તમાન બિલ્ડીંગના રીનોવેશન (નવીનીકરણ) માટે પણ જરૂરી ફંડ મંજૂર કરવામાં આવ્યું છે. મંત્રીએ આ કામગીરી સમયસર પૂર્ણ કરવા માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.

લાકાત દરમિયાન મંત્રીએ દરેક ટ્રેડ, વર્કશોપ અને ક્લાસરૂમની રૂબરૂ મુલાકાત લઈ તાલીમાર્થીઓ સાથે હળવાશભર્યા વાતાવરણમાં સંવાદ કર્યો હતો. તેઓએ યુવાનોને ભવિષ્યની રોજગારીની તકો અને કૌશલ્ય વિકાસનું મહત્વ સમજાવી પ્રેરણા પૂરી પાડી હતી. સંસ્થાના સ્ટાફ સાથે યોજાયેલી બેઠકમાં મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, મોરબીના સ્થાનિક ઉદ્યોગોની જરૂરિયાત મુજબ યુવાનો સજ્જ બને તે આજના સમયની માંગ છે. આ મુલાકાત બદલ સંસ્થાના પ્રિન્સિપલ અને સ્ટાફ પરિવારે મંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે જિલ્લાના અગ્રણીઓ અને રોજગાર વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




Latest News