અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે ટ્રક પાછળ એસટીની બસ અથડાતાં પિતા-પુત્રને ઇજા મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં હવે નણંદની ધરપકડ મોરબીમાં ઝૂંપડામાંથી 450 બોટલ દારૂ અને 96 બીયરના ટીન પકડવાના ગુનામાં માલ મંગાવનાર શખ્સની ધરપકડ મોરબી મત્સ્યૌદ્યોગ વિભાગના અધિક્ષક કોન્ટ્રાકટર પાસેથી 50 હજારની લાંચ લેતા રાજકોટમાં પકડાયા મોરબીમાં રસોડા કામ માટે જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબીના લાલપર ગામેથી યુવાન ૧૦ દિવસથી ગુમ, શોધખોળ શરૂ મોરબી નજીકથી 15 ઘેટા બકરા લઈ જતી બોલેરો ગાડી સાથે બે શખ્સની ધરપકડ: 5.45 લાખનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબીના પીપળી ગામ પાસેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો: લાલપર નજીક કારખાનામાં યુવાનનું કોઈ કારણોસર મોત


SHARE







મોરબીના પીપળી ગામ પાસેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો: લાલપર નજીક કારખાનામાં યુવાનનું કોઈ કારણોસર મોત

મોરબીના પીપળી ગામ પાસે મચ્છુ માતાજીના મંદિર પાસે ખુલ્લા પ્લોટ નજીકથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે જેથી પોલીસે મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે થઈને તજવીજ હાથ ધરી છે જ્યારે મોરબી નજીકના લાલપર ગામ પાસે આવેલ કારખાનાના ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાનનું કોઈપણ કારણોસર મોત નીપજયું છે જેથી પોલીસે બંને બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના પીપળી ગામ પાસે આવેલ મચ્છુ માતાજીના મંદિર પાસે ખુલ્લા પ્લોટમાં કોઈ અજાણ્યા 40 થી 45 વર્ષના યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે અને આ બનાવની જયદીપભાઇ પારઘી (35) રહે. પીપળી વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે હાલમાં તાલુકા પોલીસ દ્વારા જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરવામાં આવેલ છે જયારે મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં આવેલ ઓરબીટ કંપનીના કવાર્ટરમાં રહેતા સત્યવહન બેહરા ગોવર્ધન બહેરા (43) નામના યુવાનનું કોઈપણ કારણોસર અચાનક મૃત્યુ નીપજયું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

વરલી જુગાર

માળીયા તાલુકાના વવાણીયાથી બગસરા ગામ તરફ જવાના રસ્તા ઉપર વરલી જુગારના આંકડા લેવામાં આવતા હતા ત્યાં પોલીસે રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી અનવરભાઈ અબ્દુલભાઈ લધાણી (45) રહે. માળીયા મિયાણા વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવેલ છે જેથી પોલીસે 190 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને માળિયામાં તેની સામે ગુનો નોંધાયો છે






Latest News