મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો મોરબીમાં બંધ પડેલા કારખાનામાંથી ગેસના બટલમાં રીફિલિંગનું કૌભાંડ પકડાયું: 2.46 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવાનોને બલેનો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

ડૉક્યુમેન્ટ આપતા પહેલા સાવધાન: મોરબીમાં ઇંસ્ટંટ લોનના નામે રાજકોટના શખ્સે બે વેપારી સાથે કરી છેતરપિંડી


SHARE









ડૉક્યુમેન્ટ આપતા પહેલા સાવધાન: મોરબીમાં ઇંસ્ટંટ લોનના નામે રાજકોટના શખ્સે બે વેપારી સાથે કરી છેતરપિંડી

મોરબીમાં રહેતા યુવાનને ઇંસ્ટંટ લોન અપાવવાનું કહીને તેના મોબાઈલ ફોનમાંથી આધાર કાર્ડ, પાનકાર્ડ અને એટીએમ કાર્ડના નંબર મેળવી લીધા હતા અને ત્યાર બાદ યુવાન અને અન્ય વ્યક્તિના નામે જુદી જુદી ચાર લોન આ શખ્સે લઈ લીધી હતી અને તેના પૈસા ભરવામાં આવ્યા ન હતા જેથી મોરબીમાં યુવાન સહિત બે વ્યક્તિની સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીમાં ગ્રીન ચોક પાસે આવેલ કંસારા શેરીમાં રહેતા સંજયભાઈ સગુણભાઈ કાગડા (42) એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોલંકી મહાવીરસિંહ જીતેન્દ્રસિંહ રહે. લકી પાર્ક શેરી નં.1 સોમનાથ સોસાયટી રૈયા ટેલીફોન એક્સચેન્જની પાસે રાજકોટ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે મોરબીની મેઇન બજારમાં ગિરિરાજ વાસણ ભંડાર નામની દુકાન પાસે આરોપીએ ઇંસ્ટંટ લોન કરવી આપવાનું કહીને ફરિયાદીનો મોબાઇલ ફોન મેળવી લીધો હતો અને ત્યાર બાદ આરોપીએ તેમાંથી ફરિયાદીના આધારકાર્ડ, પાનકાર્ડ અને એટીએમ કાર્ડના નંબર ફરિયાદીની જાણ બહાર મેળવી લીધા હતા અને તેના આધારે આરોપીએ 62,000 તથા 11,000 ની જુદી જુદી બે લોન લીધી હતી જે પૈકી 11000 ની લોન આરોપીએ ભરી દીધેલ છે આ ઉપરાંત સાહેદ  આસનદાસ જીયોભાઈ રબારી નામે 40,000 તથા 26,500 ની જુદી જુદી બે લોન લીધેલ છે આમ આરોપીએ અલગ અલગ બે વ્યક્તિના નામની ચાર લોન લીધી હતી તે પૈકીની એક લોનના રૂપિયા ભરી દીધા છે જો કે, ત્રણ લોનના રૂપિયા ભરેલ નથી અને ફરિયાદી તથા સાહેદ સાથે છેતરપિંડી કરેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. વધુમાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હાલમાં જે આરોપી સામે ગુનો નોંધાયેલ છે તે આરોપીએ આવી જ રીતના ગુનામાં થાન પોલીસે દબોચી લીધેલ છે અને આ આરોપીની સામે સાઇબર ક્રાઇમ સહિત જુદાજુદા પોલીસ સ્ટેશનમાં 11 જેટલા ગુના નોંધાયેલ છે.




Latest News