માળીયા (મિ)ના વાડા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સો ૧૨૪૦૦ સાથે ઝડપાયા
મોરબીના જુના નાગડાવાસ ગામે કરવામાં આવ્યું “કોરોના વોરિયર્સ” નું સન્માન
SHARE
મોરબીના જુના નાગડાવાસ ગામે કરવામાં આવ્યું “કોરોના વોરિયર્સ” નું સન્માન
ભારતીય સંસ્કૃતિમાં માન અને સન્માનનું ખુબ જ મહત્વ છે કોઈના સારા કાર્યની નોંધ લઈ એની કદર કરવાથી, માન આપવાથી, સન્માન આપવાથી એમનામાં કામ કરવાની હિંમત અને ઉત્સાહ વધે છે તે હક્કિત છે ત્યારે મોરબીના જૂના નાગડાવાસ સેવા સમિતિ દ્વારા ભરતનગર પીએચસીની ટીમ, બહાદુગઢ, વાઘપર, કૃષ્ણનગર તેમજ નાગડાવાસ તમામ ગામના એમપીએચડબલ્યુ, આશા વર્કર તેમજ નાગડાવાસ ગામ આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓએ કોરોનાના કપરા કાળમાં પોતાના પરિવારને ભૂલી દિવસ રાત દર્દીઓની સેવા સુસુશ્રા કરી હતી અને ડોર ટુ ડોર સર્વેની કામગીરી હોય, વેકસીનેશનની કામગીરી હોય સતત આ બધા જ કોરોના વોરિયર્સ ખડે પગે રહ્યા હતા, આથી એમનો ઉત્સાહ વધારવા ફરજ નિષ્ઠાને બિરદાવવા અગિયાર જેટલા હેલ્થ વર્કરોને સ્મૃતિ ચિહ્નનથી નાગડાવાસ ગામ પાસે આવેલ શ્રી બ્રહ્માનંદ આશ્રમ ખાતે સન્માનિત કર્યા હતા. આ કાર્યક્રમમાં ઘણાં બધાં ગામ લોકોએ ઉપસ્થિત રહ્યા હતા અને આ સન્માન કાર્યક્રમને સફળ બનાવવા માટે જુના નાગડાવાસ સેવા સમિતિની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”