અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે ટ્રક પાછળ એસટીની બસ અથડાતાં પિતા-પુત્રને ઇજા મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં હવે નણંદની ધરપકડ મોરબીમાં ઝૂંપડામાંથી 450 બોટલ દારૂ અને 96 બીયરના ટીન પકડવાના ગુનામાં માલ મંગાવનાર શખ્સની ધરપકડ મોરબી મત્સ્યૌદ્યોગ વિભાગના અધિક્ષક કોન્ટ્રાકટર પાસેથી 50 હજારની લાંચ લેતા રાજકોટમાં પકડાયા મોરબીમાં રસોડા કામ માટે જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબીના લાલપર ગામેથી યુવાન ૧૦ દિવસથી ગુમ, શોધખોળ શરૂ મોરબી નજીકથી 15 ઘેટા બકરા લઈ જતી બોલેરો ગાડી સાથે બે શખ્સની ધરપકડ: 5.45 લાખનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબીમાં સલૂનમાં વાળ કપાવા બાબતે પિતા-પુત્રને માર મારવાના ગુનામાં બે આરોપીની ધરપકડ


SHARE







મોરબીમાં સલૂનમાં વાળ કપાવા બાબતે પિતા-પુત્રને માર મારવાના ગુનામાં બે આરોપીની ધરપકડ

મોરબીના બાયપાસ રોડ ઉપર દલવાડી સર્કલ પાસે આવેલ અશોક હેર સલૂન નામની દુકાનમાં વાળ કપાવવા માટે આવેલ શખ્સે વારો લેવા બાબતે દુકાનદાર તથા તેના પિતા સાથે ઝઘડો કર્યો હતો અને ત્યાર બાદ બે શખ્સો દુકાને આવ્યા હતા અને દુકાનદારને ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી અને તેના વિડીયો વાયરલ થયા બાદ ગુનો નોંધાયો હતો જે ગુનામાં પોલીસે બંને આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરી હતી.

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ આનંદનગરમાં રહેતા પ્રશાંતભાઈ અશોકભાઈ લાંઘણોજા (25)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પ્યારૂ દાદુભાઇ પરમાર રહે. દલવાડી સર્કલ મોરબી તથા આકાશ નામનો શખ્સ આમ કુલ બે શખ્સોની સામે ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યુ હતું કે, ગત તા. 13/ના રાત્રીના નવે વાગ્યાના અરસામાં પ્યારૂ પરમાર ફરિયાદીની દુકાને વાળ કપાવવા માટે થઈને આવ્યો હતો અને ત્યારે વાળ કાપવામાં વારો લેવા બાબતે દુકાનદાર સાથે માથાકૂટ કરી હતી અને ત્યારબાદ બંને આરોપીઓ ફરી પાછા ફરિયાદીની દુકાને આવ્યા હતા અને ત્યાં વાળ કાપવાના વારા બાબતે ઝઘડો કર્યો હતો અને દુકાનદાર તથા તેના પિતાને ઢીકાપાટુનો માર માર્યો હતો અને ફરિયાદી તેમજ તેના પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી અને આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા ત્યાર બાદ પોલીસે ભોગ બનેલા દુકાનદારની ફરિયાદ લઈને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને આ ગુનામાં પોલીસે આરોપી પ્યારૂ દાદુભાઇ પરમાર (45) તથા આકાશ ધનસુખભાઈ ખરાડી (28) રહે. બંને દલવાડી સર્કલ મોરબી વાળાની ધરપકડ કરીને પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.






Latest News