અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે ટ્રક પાછળ એસટીની બસ અથડાતાં પિતા-પુત્રને ઇજા મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં હવે નણંદની ધરપકડ મોરબીમાં ઝૂંપડામાંથી 450 બોટલ દારૂ અને 96 બીયરના ટીન પકડવાના ગુનામાં માલ મંગાવનાર શખ્સની ધરપકડ મોરબી મત્સ્યૌદ્યોગ વિભાગના અધિક્ષક કોન્ટ્રાકટર પાસેથી 50 હજારની લાંચ લેતા રાજકોટમાં પકડાયા મોરબીમાં રસોડા કામ માટે જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબીના લાલપર ગામેથી યુવાન ૧૦ દિવસથી ગુમ, શોધખોળ શરૂ મોરબી નજીકથી 15 ઘેટા બકરા લઈ જતી બોલેરો ગાડી સાથે બે શખ્સની ધરપકડ: 5.45 લાખનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબી મનપાની ફૂડ શાખાએ 50 જગ્યાએ કર્યું ચેકિંગ: 15 વેપારીઓને ફટકારી નોટીસ


SHARE







મોરબી મનપાની ફૂડ શાખાએ 50 જગ્યાએ કર્યું ચેકિંગ: 15 વેપારીઓને ફટકારી નોટીસ

મોરબી મનપાની ફૂડ શાખા દ્વારા સમયાંતરે જુદાજુદા વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવે છે તેવી જ રીતે હાલમાં 50 જેટલી જગ્યાએ ખાદ્ય  સામગ્રીઓને ચેક કરવામાં આવી હતી અને એક કે બે નહીં પરંતુ લોકોના આરોગ્ય સાથ ચેડા કરતાં હોય તેવા 15 વેપારીઓને નોટિસ આપવામાં આવેલ છે.

મોરબી મનપાના ફૂડસેફટી ઇન્સ્પેકટરે પત્રકારોને માહિતી આપતા જણાવ્યુ હતું કે, શહેરના વિવિધ રેસ્ટોરન્ટ અને સ્ટ્રીટ ફૂડ વેન્ડર સહીત કૂલ 50 જગ્યાએ સઘન ચેકીગ કર્યું હતું દરમ્યાન જે જગ્યાએ ગંભીર બેદરકારી દેખાઈ હતી તેવા 15 વેપારીઓને નોટીસ ફટકારવામાં આવી છે અને કેટલીક જગ્યાએથી વાસી ખોરાક અને અખાદ્ય ખોરાકનો નાશ પણ કરવામાં આવેલ છે. વધુમાં જણાવ્યુ હતું કે, રવાપર રોડ કેપિટલ માર્કેટ પર આવેલા કેફે ચોકો ક્રેઝમાંથી વાસી કેકનો નાશ કરાયો હતો અને ધ ઘૂઘરા હાઉસમાંથી એક્ષ્પારી તારીખ નાખેલ ન હોઈ તેવો ખાદ્ય પદાર્થ મળી આવ્યો હતો તેમજ ફૂડ કલરનો સ્થળ પર જ નાશ કરવામાં આવેલ છે. આ ઉપરાંત શનાળા રોડ પર આવેલા સ્પાઈસી હંટ, શુભ રેસ્ટોરન્ટમાં ચેકિંગ કર્યું હતું અને માધવ હોટેલમાંથી વાસી મન્ચુરિયન, ગ્રેવિ, વાસી શાક મળી આવતા તેનો નાશ કર્યો છે તેવી જ રીતે માધવ દાબેલી, અન્નપુર્ણા નાસ્તા, પોપસ્ટિક વોફલ, પટેલ તાવો તેમજ શ્રી રામ ઘૂઘરામાંથી આશરે 10 કિલો છાપેલ ન્યુજ પેપરનો નાશ કર્યો છે.






Latest News