મોરબી મત્સ્યૌદ્યોગ વિભાગના અધિક્ષક કોન્ટ્રાકટર પાસેથી 50 હજારની લાંચ લેતા રાજકોટમાં પકડાયા મોરબીમાં રસોડા કામ માટે જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબીના લાલપર ગામેથી યુવાન ૧૦ દિવસથી ગુમ, શોધખોળ શરૂ મોરબી નજીકથી 15 ઘેટા બકરા લઈ જતી બોલેરો ગાડી સાથે બે શખ્સની ધરપકડ: 5.45 લાખનો મુદામાલ કબ્જે મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીમાંથી ગુમ થયેલા બે યુવાનોની ભાળ મળતા પરિવારમાં હાશકારો


SHARE







મોરબીમાંથી ગુમ થયેલા બે યુવાનોની ભાળ મળતા પરિવારમાં હાશકારો

મોરબીના મહેન્દ્રનગર ખાતે પ્રકૃતિ સોસાયટીમાં રહેતા ભરતભાઈ રવજીભાઈ સાપોવડીયા (૪૯) દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવી હતી કે તેમનો દીકરો અંકિત ભરતભાઈ સાપોવડીયા પટેલ (૨૧) તા.૧૩-૫ ના રોજ ગુમ થઈ ગયેલ છે અને તે અંગે ઘરમેળે તપાસ કરવા છતાં પતો લાગ્યો ન હોતો જોકે બાદમાં તા.૧૮-૫ ના રોજ ગુમ થયેલ અંકિત ઘરે હેમખેમ પાછો ફર્યો હતો અને ઘરે કોઈને કંઈ કહ્યા વગર ફરવા ચાલ્યો ગયો હતો ! તેવું તપાસમાં ખુલ્યું હતું તેમ તપાસ અધીકારી એ.એમ.જાપડીયા દ્વારા જણાવવામાં આવેલ છે. તેમજ મોરબીના સામાકાંઠે માળિયા ફાટક પાસેના ઇન્દિરાનગર વિસ્તારમાંથી સચિનભાઇ ધીરૂભાઈ સોલંકી નામનો ૨૮ વર્ષનો યુવાન ગુમ થયો હતો જે પણ હેમખેમ ઘરે પરત આવી ગયો હતો અને પોલીસે નિવેદન લેતા તેમાં સામે આવ્યું હતું કે, તેને અન્ય લોકો પાસેથી ઉછીના પૈસા લીધા હોય અને પરત આપવા માટે હાલ કામ ધંધા ચાલતા ન હોય તેની પાસે પૈસા ન હોવાથી તે ઘરેથી કોઈને કંઈ કર્યા વગર ચાલ્યો ગયો હતો અને બાદમાં જાતે ઘરે પરત આવી ગયો હતો.

મારામારીમાં ઈજા

મોરબીના સામાકાંઠે ભડીયાદ કાંટા પાસે રહેતા પ્રભુ બાબુભાઇ સુરેલા નામના ૩૮ વર્ષના યુવાનને તેના ઘર નજીક મારામારીમાં ઇજા થતા સારવાર માટે સિવિલે ખસેડાયો હતો. જ્યારે મોરબીના સામાકાંઠે ઉમાટાઉનશીપ નજીક વેજીટેબલ રોડ ઉપર રહેતા અશોક રાયમલભાઈ ધામેચા નામના ૩૫ વર્ષના યુવાનને ત્યાં અરવિંદભાઈના ઘર પાસે મારામારીના બનાવમાં ઈજા થતાં સારવાર માટે સિવિલે લઈ જવામાં આવ્યો હતો.તેમજ વાંકાનેર તાલુકામાં આવતા ઢુવા ગામે ક્યુટન સિરામિક પાસે રહીને મજૂરી કામ કરતો જયદીપ પરાગભાઈ રાજદીપ નામનો ૧૯ વર્ષનો યુવાન સરતાનપર રોડ ઉપરથી બાઈક લઈને જતો હતો ત્યારે બાઇક સ્લીપ થતા ઈજા પામ્યો હોય સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. 

યુવાન સારવારમાં

મોરબીના વીસીપરા નજીક વિજયનગર પાસેની સુમરા સોસાયટીમાં રહેતા સોહિલ સુલતાનભાઇ સુમરા નામના ૨૫ વર્ષના યુવાનને રાત્રિના દસેક વાગ્યે ઘર નજીક મારામારીના બનાવમાં ઈજા થતા સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના હળવદ તાલુકાના રણછોડગઢ ગામના પરિવારની શ્રુતિ રમેશભાઈ સુરેલા નામની ૧૩ વર્ષની બાળકીને મોરબીના શનાળા ખાતે ઘર પાછળ વાડામાં કંઈક કરડી જતા તેને સારવાર માટે આયુષ હોસ્પિટલએ લાવવામાં આવી હતી.

 






Latest News