હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાની પાંચ પૈકીની 4 તાલુકો પંચાયતમાં ભાજપ અને 1 માં કોંગ્રેસના પ્રમુખ-ઉપપ્રમુખ ચૂંટાયા


SHARE





મોરબી જિલ્લાની પાંચ તાલુકા પંચાયતમાં આજે પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ચૂંટણી યોજાઈ હતી અને તેમાં વાંકાનેર પંચાયતમાં કોંગ્રેસના પ્રમુખ અને ઉપપ્રમુખ તથા બાકીની ચારેય તાલુકા પંચાયતોમાં ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખ ચૂંટાઈ આવ્યા છે અને નવા હોદ્દેદારોએ આજે પોતાના કાર્યભાર સંભાળીને કામગીરી શરૂ કરેલ છે

મોરબી જિલ્લાની પાંચેય તાલુકા પંચાયતની થોડા સમય પહેલા ચૂંટણી યોજાઈ હતી અને તેના પરિણામ જાહેર થયા હતા અને તેમાં જિલ્લાની પાંચ પૈકીની વાંકાનેર તાલુકા પંચાયત કોંગ્રેસે કબજે કરી હતી જ્યારે બાકીની ચાર તાલુકા પંચાયતોમાં ભાજપનો જંગી બહુમતી સાથે વિજય થયો હતો અને આજે તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખ પદે કોંગ્રેસના ભાવનાબેન સરવૈયા તથા ઉપપ્રમુખ પદે ઇરફાનભાઇ ચૌધરી ચૂંટાઈ આવ્યા છે જોકે, મોરબી તાલુકા પંચાયતમાં પ્રમુખ પદે તુલસીબેન કેતનભાઇ મારવાણીયા અને ઉપપ્રમુખ પદે હેતલબા રાજદીપસિંહ જાડેજા, હળવદ તાલુકા પંચાયતના પ્રમુખ પદે શીતલબેન અનિલભાઈ કંઝારિયા અને ઉપપ્રમુખ પદે કુલદીપસિંહ રાજેશભાઈ ટાંક, ટંકારા તાલુકા પંચાયતના પ્રમુખ પદે દિવ્યેશભાઈ પરસોત્તમભાઈ નમેરા અને ઉપપ્રમુખ પદે ઉર્મિલાબા કૃષ્ણસિંહ જાડેજા જ્યારે માળિયા તાલુકા પંચાયતના પ્રમુખ પદે જયદીપભાઇ ઓડિયા અને ઉપપ્રમુખ પદે અરુણાબા પરમાર ચૂંટાઈ આવ્યા છે અને મોરબી જિલ્લાની પાંચેય તાલુકા પંચાયતના પદાધિકારીઓ દ્વારા આજે પોતાનો પદ ભાર સંભાળી લેવામાં આવ્યો છે




Latest News