મોરબીના ઋષભનગર વિસ્તારમાંથી રાજકોટની પરણીતા ગુમ: શોધખોળ ચાલુ મોરબીમાં જુદાજુદા સમયે ગુમ થયેલ બે યુવાન હેમખેમ મળી આવ્યા મોરબી નજીક કારખાનામાં સર્જાયેલ અકસ્માતના બનાવમાં યુવાનનું મોત નિપજ્વા મામલે બે ક્રેન ઓપરેટરની કરાઇ ધરપકડ સિરામિક સિટી મોરબી હવે એજ્યુકેશન હબ; બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામો સાથે રાજ્યભરમાં અગ્રેસર મોરબી જિલ્લામાં દેશના વડાપ્રધાનના ૧૨ વર્ષના સફળ કાર્યકાળના અવસરે ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન મોરબીમાં પુરુષોત્તમ માસમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા શેરડીનો રસ-છાશનું વિતરણ મોરબી જલારામ મંદિરે સ્વ.પ્રભુદાસભાઈ ખખ્ખરના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીમાં યુનિક ઈન્ટર નેશનલ સ્પોર્ટ્સ એકેડમી ખાતે યોગ પ્રશિક્ષણ તથા પ્રાકૃતિક જીવન જાગૃતિ શિબિર યોજાશે
Breaking news
Morbi Today

મોરબી નવયુગ કોલેજનું ગૌરવ વધારતી જાનવી સિતાપરા


SHARE











મોરબી નવયુગ કોલેજનું ગૌરવ વધારતી જાનવી સિતાપરા

મોરબીના નવયુગ ગ્રુપ ઓફ કોલેજ માટે ગૌરવ અને આનંદની ક્ષણ ત્યારે સર્જાઈ જ્યારે બીબીએ વિભાગમાં અભ્યાસ કરતી પ્રતિભાશાળી વિદ્યાર્થીની જાનવી ચેતનભાઈ સીતાપરાએ દેહરાદૂન (ઉત્તરાખંડ) ખાતે યોજાયેલી ૧૩ મી નેશનલ આઈસ સ્ટોક ચેમ્પિયનશિપ-૨૦૨૬ માં શાનદાર પ્રદર્શન કરીને ફર્સ્ટ રેન્ક સાથે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો.

જાનવીની આ ઐતિહાસિક સિદ્ધિ માત્ર તેમના પરિવાર માટે જ નહીં પરંતુ સમગ્ર નવયુગ કોલેજ અને મોરબી શહેર માટે ગૌરવનો વિષય બની છે.પોતાની અવિરત મહેનત, અડગ આત્મવિશ્વાસ અને દૃઢ સંકલ્પના બળ દ્રારા તેમણે રાષ્ટ્રીય સ્તરે પોતાની આગવી ઓળખ ઉભી કરી છે.રમતગમત ક્ષેત્રે પ્રાપ્ત કરેલી આ ભવ્ય સફળતાએ સાબિત કરે છે કે યોગ્ય માર્ગદર્શન, સતત પ્રયત્નો અને મક્કમ ઈચ્છાશક્તિ હોય તો વિદ્યાર્થી કોઈપણ મંચ ઉપર સફળતા મેળવી શકે છે.જાનવી સીતાપરાની આ સિદ્ધિ આજના યુવાનો અને વિદ્યાર્થીઓ માટે પ્રેરણાસ્ત્રોત સમાન છે.

નવયુગ ગ્રુપ ઓફ કોલેજ હંમેશાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક તેમજ સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ રહ્યું છે. સંસ્થા દ્વારા આપવામાં આવતા માર્ગદર્શન અને પ્રોત્સાહનના પરિણામે આજે વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભાનો પરિચય આપી રહ્યા છે.આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ નિલેશભાઈ મીરાણી તેમજ સંસ્થા પ્રમુખ પી.ડી.કાંજીયા, મેનેજિંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસાવડીયા દ્વારા જાનવીને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી.વધુમાં તેમણે જણાવ્યું હતું કે આવી ગૌરવભરી સિદ્ધિઓ અન્ય વિદ્યાર્થીઓને પણ નવી પ્રેરણા અને આત્મવિશ્વાસ આપે છે, જેથી ભવિષ્યમાં વધુ વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે સફળતા પ્રાપ્ત કરે તેવા પ્રયાસો સંસ્થા સતત કરતી રહેશે.






Latest News