હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

માળીયા (મી)ના મોટા દહીસરા ગામે જુગારની રેડ પડતાં ભાગાભાગી: 6 શખ્સોની 1.13 લાખના મુદામાલ સાથે ધરપકડ, 3 ની શોધખોળ


SHARE





માળીયા (મી)ના મોટા દહીસરા ગામે જુગારની રેડ પડતાં ભાગાભાગી: 6 શખ્સોની 1.13 લાખના મુદામાલ સાથે ધરપકડ, 3 ની શોધખોળ

માળીયા (મી)ના મોટા દહીસરા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત આધારે એલસીબીની ટીમ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા શખ્સોમાં નાશ ભાગ મચી ગઈ હતી જો કે, પોલીસ દ્વારા સ્થળ ઉપરથી 6 શખ્સોને 1,03,000 રૂપિયાની રોકડ તથા 10,500 ની કિંમતના ત્રણ મોબાઈલ ફોન આમ કુલ મળીને 1,13,500 ના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા છે અને ત્રણ શખ્સો નાસી છૂટ્યા હોય તેને પકડવા માટેની તજવીજ હાથ ધરી છે

મોરબી જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સુરેશભાઈ હુંબલ, જયેશભાઈ વાઘેલા તથા આસિફભાઇ ચાણકીયાને ખાનગી રહે બાતમી મળી હતી કે, માળીયા (મી)ના મોટા દહીસરા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમી રહ્યા છે જેથી પોલીસે ત્યારે રેડ કરી હતી ત્યારે જુગાર રમતા શખ્સોમાં નાસભાગ મચી ગઈ હતી જોકે, તકનો લાભ લઈને 3 શખ્સો નાસી ગયા હતા પરંતુ પોલીસ દ્વારા સ્થળ ઉપરથી અમિતભાઈ જેરામભાઈ પટેલ (45) રહે. પીપળી, નગીનભાઈ છગનભાઈ પટેલ (54) રહે. ખાખરેચી, વિવેકભાઈ વિનોદભાઈ બાવાજી (32) રહે. મોટા દહીસરા, માનસિંગભાઈ દેવાભાઈ કોળી (55) રહે. વવાણીયા, હસમુખભાઈ ઉર્ફે અશોકભાઈ વાલજીભાઈ રાઠોડ (45) રહે. મોટા દહીસરા અને રમેશભાઈ મગનભાઈ પટેલ (52) રહે. સરવડ વાળાને જુગાર રમતા પકડી લેવામાં આવ્યા હતા અને તેની પાસેથી 1,03,000 ની રોકડ, 10,500 ની કિંમતના ત્રણ મોબાઈલ ફોન આમ કુલ મળીને 1,13,500 નો મુદ્દામાલ કબજે કર્યો છે અને સ્થળ ઉપરથી નાસી છૂટેલ શક્તિ કોળી રહે. ધનાળા, અનિરુસિંહ જાડેજા રહે. મોટા દહીસરા તથા ચિરાગભાઈ રાઘવજીભાઈ પટેલ રહે. સરવસહિત કુલ 9 શખ્સોની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે અને બાકીના ત્રણ આરોપીઓને પકડવા માટેની તજવી ચાલી રહી છે આ કામગીરી મોરબી જિલ્લા એલસીબીના પીઆઇ આર.સી.ગોહિલના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.




Latest News