મોરબીના ઋષભનગર વિસ્તારમાંથી રાજકોટની પરણીતા ગુમ: શોધખોળ ચાલુ મોરબીમાં જુદાજુદા સમયે ગુમ થયેલ બે યુવાન હેમખેમ મળી આવ્યા મોરબી નજીક કારખાનામાં સર્જાયેલ અકસ્માતના બનાવમાં યુવાનનું મોત નિપજ્વા મામલે બે ક્રેન ઓપરેટરની કરાઇ ધરપકડ સિરામિક સિટી મોરબી હવે એજ્યુકેશન હબ; બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામો સાથે રાજ્યભરમાં અગ્રેસર મોરબી જિલ્લામાં દેશના વડાપ્રધાનના ૧૨ વર્ષના સફળ કાર્યકાળના અવસરે ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન મોરબીમાં પુરુષોત્તમ માસમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા શેરડીનો રસ-છાશનું વિતરણ મોરબી જલારામ મંદિરે સ્વ.પ્રભુદાસભાઈ ખખ્ખરના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીમાં યુનિક ઈન્ટર નેશનલ સ્પોર્ટ્સ એકેડમી ખાતે યોગ પ્રશિક્ષણ તથા પ્રાકૃતિક જીવન જાગૃતિ શિબિર યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેરના લાલપર ગામે ઝઘડો કરશે તેમ સમજીને આધેડ ઉપર કુહાડી-પાઇપ વડે હુમલો


SHARE











વાંકાનેરના લાલપર ગામે ઝઘડો કરશે તેમ સમજીને આધેડ ઉપર કુહાડી-પાઇપ વડે હુમલો

વાંકાનેરના લાલપર ગામ રહેતા આધેડની ભત્રીજી સાથે મૈત્રી કરાર કરીને રહેતા શખ્સન પિતા અને ભાઈ દ્વારા ઝઘડો કરશે તેમ સમજીને મૈત્રી કરાર કરનાર મહિલાના કાકા ઉપર કુહાડી અને હુમલો કરવામાં આવ્યો હતો અને તેને માથાના ભાગે કુહાડી મારી હતી.તેમજ શરીરના ભાગે પાઇપ મારવામાં આવેલ છે.જેથી માથા, જમણા હાથે અને પગે ઇજાઓ થઈ હતી અને આધેડને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા આધેડે સારવાર લીધા બાદ હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વાંકાનેરના લાલપર ગામે રહેતા સલીમભાઈ નુરમામદ બ્લોચ (51) એ હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે મુરાદખાન અલીખાન પઠાણ અને મુનીરખાન મુરાદખાન પઠાણ રહે.બંને પાજ તા.વાંકાનેર સામે ફરિયાદ નોંધાવે છે.જેમાં જણાવ્યું છે કે તેઓની ભત્રીજી આરોપી મુરાદખાનના દિકરા નાસીર સાથે મૈત્રી કરાર કરીને રહેતી હોય જે બાબતનો ખા રાખીને ફરિયાદીએ ઝઘડો કરશે તેમ સમજી ફરિયાદી મહીકાથી તેનું બાઈક લઈને લાલપર ગામ પાસે આવેલ બિસ્મીલા હોટલ નજીક આવેલ હતા.ત્યાં આરોપીઓ ઊભા હતા અને મુરાદખાને કુહાડીનો ઊંધો ઘા ફરિયાદીને માથામાં મારીને તથા મુનીરખાને લોખંડના પાઇપ વડે શરીરે માર મારીને ફરિયાદીને માથામાં તથા જમણા હાથે અને જમણા પગમાં ઈજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ઇજા પામેલ આધેડને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અત્રે ઉલ્લેખનીએ છે કે મારા મારીના આ બનાવ સંદર્ભે અગાઉ મુરાદખાન પઠાણની દીકરીએ હાલના ફરિયાદી અને તેના બે દીકરા સામે ફરિયાદ નોંધાવી છે.

બાઈકની ચોરી

વાંકાનેરના રાજા વડલા ગામે રહેતા કાળુભાઈ મેરૂભાઈ દેત્રોજા (60) નામના વૃદ્ધે અજાણ્યા શખ્સની સામે બાઇક ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, વાંકાનેરના પુલ દરવાજા પાસે ટાઉનહોલ ખાતે તેમણે પોતાનું બાઈક નંબર જીજે 3 બીઆર 3641 પાર્ક કરીને મૂક્યું હતું જે 10 હજાર રૂપિયાની કિંમતના બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલ વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News