વાંકાનેરના લાલપર ગામે ઝઘડો કરશે તેમ સમજીને આધેડ ઉપર કુહાડી-પાઇપ વડે હુમલો
મોરબીમાં જુદીજુદી જગ્યાએ જુગારની 4 રેડમાં 10 શખ્સ પકડાયા
SHARE
મોરબીમાં જુદીજુદી જગ્યાએ જુગારની 4 રેડમાં 10 શખ્સ પકડાયા
મોરબી માધાપર જાપા પાસે જુગારની રેડ કરી હતી ત્યારે 5 શખ્સો 11200 ની રોકડ સાથે જુગાર રમતા પકડાયા હતા જ્યારે મોરબીમાં જુના બસ સ્ટેશન પાસે ચલણી નોટના નંબરના આધારે જુગાર રમતા 3 શખ્સની 2100 રૂપિયાની રોકડ સાથે ધરપકડ કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુદાજુદા બે ગુના નોંધીને આગળની કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત મોરબીમાં જુદીજુદી બે જગ્યાએ અને માળીયાના મોટી બરાર ગામે એક વરલી જુગારની રેડ કરવામાં આવેલ છે.
મોરબી માધાપર જાપા પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા ફિરોજભાઈ ગફુરભાઈ મોવર (35) રહે. વાવડી રોડ રોમજીવન પાર્ક મોરબી, વિનુભાઈ ડુંગરભાઇ વિડજા (66) રહે. ખોડીયાર ડેરી પાછળ વાવડી ગામ મોરબી, અખ્તરભાઈ ગુલમામદભાઇ જુસા (34) રહે. ચાર ગોડાઉનની બાજુમાં વીસીપરા મોરબી, અજયભાઈ નવલભાઇ દવે (50) રહે. કાલિકા પ્લોટ શેરી નં. 3 મોરબી અને ભીખાભાઈ શંકરભાઈ રસાણીયા (51) રહે. માધાપરના ઝાપા પાસે મહેન્દ્રપરા મોરબી વાળા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 11,200 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે
મોરબીના જુના બસ સ્ટેશન પાસે ચલણી નોટના નંબરના આધારે જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા આસિફભાઇ હાજીભાઈ જીગિયા (28) રહે. વીસીપરા મોરબી, દાઉદભાઈ સખીભાઈ લોકાવાલા (51) રહે. કુલીનગર મોરબી અને ઇબ્રાહીમભાઇ અલીભાઈ દલ (69) રહે. મહેન્દ્રપરા શેરી નં. 8 મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 2100 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
મોરબીમાં કબીર ટેકરી શેરી નં.2 ખાતે વરલી જુગારની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી સિરાજભાઈ ઈકબાલભાઈ અજમેરી (34) રહે. કબીર ટેકરી શેરી નં.2 વાળો વરલી જુગારના આંકડા લેતો મળી આવ્યો હોય પોલીસે 3,000 રૂપિયાની કિંમતનો મોબાઇલ તથા 250 રૂપિયા રોકડા આમ કુલ મળીને 3250 રૂપિયાની કિંમતના મુદ્દામાલ સાથે તેની ધરપકડ કરી હતી અને તેની પાસેથી અવેશભાઈ અયુબભાઈ કાસમાણી રહે. કબીર ટેકરી શેરી નં.2 મોરબી વાળાનું નામ સામે આવ્યું હોય બંને સામે ગુનો નોંધી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે
મોરબીમાં વાઘપરના નાકા પાસે વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે મોબાઈલ ફોનથી વરલીના આંકડા લેવામાં આવતા હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે 5000 રૂપિયાની કિંમતનો મોબાઇલ તથા 750 ની રોકડામાં ફુલ મળીને 5750 ની કિંમતના મુદ્દામાલ સાથે મોહીનભાઈ મુસ્તાકભાઈ અજમેરી (25) રહે. કબીર ટેકરી શેરી નં.2 મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી હીરાભાઈ રહે. રણછોડનગર મોરબી વાળાનું નામ સામે આવ્યું હોય બંને સામે ગુનો નોંધીને પોલીસે બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
માળીયા (મી)ના મોટી બરાર ગામે આવેલ ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપની પાછળના ભાગમાં વરલી જુગારની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દોસમહમદ મહમદભાઈ કટિયા (51) રહે. માળીયા મીયાણા વાળો વરલી જુગારના આંકડા લેતા મળેલા આવેલ હોય પોલીસ 140 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરેલ છે અને માળિયા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.