મોરબીના ઋષભનગર વિસ્તારમાંથી રાજકોટની પરણીતા ગુમ: શોધખોળ ચાલુ મોરબીમાં જુદાજુદા સમયે ગુમ થયેલ બે યુવાન હેમખેમ મળી આવ્યા મોરબી નજીક કારખાનામાં સર્જાયેલ અકસ્માતના બનાવમાં યુવાનનું મોત નિપજ્વા મામલે બે ક્રેન ઓપરેટરની કરાઇ ધરપકડ સિરામિક સિટી મોરબી હવે એજ્યુકેશન હબ; બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામો સાથે રાજ્યભરમાં અગ્રેસર મોરબી જિલ્લામાં દેશના વડાપ્રધાનના ૧૨ વર્ષના સફળ કાર્યકાળના અવસરે ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન મોરબીમાં પુરુષોત્તમ માસમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા શેરડીનો રસ-છાશનું વિતરણ મોરબી જલારામ મંદિરે સ્વ.પ્રભુદાસભાઈ ખખ્ખરના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીમાં યુનિક ઈન્ટર નેશનલ સ્પોર્ટ્સ એકેડમી ખાતે યોગ પ્રશિક્ષણ તથા પ્રાકૃતિક જીવન જાગૃતિ શિબિર યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેરના સરતાનપર રોડે સીરામીક કારખાનામાં માતા-પિતાની હાજરીમાં રમતા રમતા મશીનના બેલ્ટમાં આવી જવાથી 2 વર્ષના બાળકનું મોત


SHARE











વાંકાનેરના સરતાનપર રોડે સીરામીક કારખાનામાં માતા-પિતાની હાજરીમાં રમતા રમતા મશીનના બેલ્ટમાં આવી જવાથી 2 વર્ષના બાળકનું મોત

વાંકાનેરના સરતનપર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં માતા પિતા કામ કરતાં હતા ત્યારે રમતા રમતા મશીનના બેલ્ટમાં આવી જવથી બે વર્ષના માસુમ બાળકને ઇજા થઈ હતી અને તેનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના સરતાનપર રોડ ઉપર આવેલ રેન્સો સીરામીક ખાતે રહેતા અને મજૂરી કામ કરતા રીતેશભાઈનો બે વર્ષનો દીકરો સિરાજ કારખાનામાં મશીન પાસે રમતા રમતા કોઈ કારણોસર મશીનના બેલ્ટમાં આવી ગયો હતો જેથી કરીને તે બાળકનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃત દેને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અકસ્માતનો આ બનાવ બનેલ હતો ત્યારે મૃતક બાળકના માતા અને પિતા બંને ત્યાર કારખાનામાં કામ કરી રહ્યા હતા અને બાળક ત્યાં રમતું હતું અને રમતા રમતા મશીનના બેલ્ટમાં આવી જવાથી તેને ઇજા થઈ હતી જેથી તે બાળકનું મોત નીપજયું છે.

અજાણ્યો પુરુષ સારવારમાં

વાંકાનેરમાં બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યું પાસે આવેલ છત ઉપરથી આશરે 35 વર્ષનો અજાણ્યો પુરુષ નીચે ટકાતા તેને માથામાં ગંભીર ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે પ્રથમ હળવદ અને ત્યારબાદ વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે અને આ બનાવની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવે છે

યુવાન સારવારમાં

માળીયા મીયાણા તાલુકાના વારવા ગામની સીમમાં આવેલ સિમ્પોલો ઇન્ટરનેશનલ કંપનીમાં રહેતા અને કામ કરતા વિવેકભાઈ વિશ્વકર્મા શુક્લા (26) નામના યુવાનને ઘરે હતો ત્યારે કોઈ જીવ જંતુ કરડી ગયું હતું જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.






Latest News