મોરબીના બગથળા ગામે નકલંક દાદાના રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો ભક્તોએ દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લીધો મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત ટંકારાના ગોકુલનગરમાં ફટાકડા દૂર ફોડવાનું કહેવા બાબતે પાઇપ, ધારીયા અને કુહાડી સાથે કાકા-ભત્રીજા ઉપર હુમલો: 6 શખ્સો સામે ફરિયાદ અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો માળીયા (મી)ના કુંભારીયા ગામે ગેરકાયદેસર પવનચક્કી માટે 36 અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તાળાબંધીની ચીમકી ભુજના ખાવડા ગામે કોલી સમાજના લોકો સાથે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી દિવાળીની ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન નજીક વાડીમાં ગાંજાનું વાવેતર !: 2.18 લાખની કિંમતનો 4 કિલો 376 ગ્રામ ગાંજો કબ્જે


SHARE





















મોરબીમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન નજીક વાડીમાં ગાંજાનું વાવેતર !: 2.18 લાખની કિંમતનો 4 કિલો 376 ગ્રામ ગાંજો કબ્જે

મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન નજીકના વિસ્તારમાં આવેલ ભારતપરા મફતિયા પરામાં વાડામાં ગાંજાનું વાવેતર કર્યું હોવાની બાતમી એસઓજીની ટીમને મળી હતી જેના આધારે એસઓજીની ટીમે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી 4 કિલો 376 ગ્રામ ગાંજા મળી આવેલ હતો જેથી કરીને પોલીસે 2.18 લાખનો મુદામાલા જથ્થો કબજે કરીને આરોપીની ધરપકડ કરેલ છે અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબી જિલ્લા એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીમાં વિદ્યુત સોસાયટી પાછળ આવેલ ભારતનગરના મફતીયાપરામાં રહેતા પ્રભુભાઈ રઘાભાઈ મકવાણાના કબજા વાળા વાડાની અંદર ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હોવાની બાતમી મળી હતી જેથી એસઓજીની ટીમ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી ગાંજાના નાના-મોટા 8 છોડ જેનું વજન 4 કિલો 086 ગ્રામ જેની કિંમત 2,04,300 અને ગાંજાનો ચોખ્ખો વજન 290 ગ્રામ જેની કિંમત 14,500 આમ કુલ મળીને 4 કિલો 376 ગ્રામ ગાંજાની કુલ કિંમત 2,18,800 રૂપિયા થાય છે તે મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો અને આરોપી પ્રભુભાઈ રઘુભાઈ મકવાણા (67) રહે. વિદ્યુતનગર પાછળ ભારતનગર મફતીયાપરા મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.










Latest News