હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

વાંકાનેરમાં આઈપીએલની મેચ ઉપર ક્રિકેટ સટ્ટો રમતા એક શખ્સ પકડાયો: એકની શોધખોળ


SHARE





વાંકાનેરમાં આઈપીએલની મેચ ઉપર ક્રિકેટ સટ્ટો રમતા એક શખ્સ પકડાયો: એકની શોધખોળ

વાંકાનેરમાં આરોગ્યનગરના ઢાળિયા પાસે આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર મોબાઈલ ફોનથી હાર જીતના સોદા લખવામાં આવતા હોવાનું સામે આવ્યું હતું જેથી સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં રેડ કરીને સ્થળ ઉપરથી 20,000 રૂપિયાની કિંમતના મોબાઈલ ફોન સાથે એક શખ્સને પકડવામાં આવેલ છે અને તે શખ્સ જેની સાથે મોબાઈલ ફોન ઉપર સોદા લખાવવામાં આવતા હતા તે મોબાઈલ નંબરના આધારે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વાંકાનેરમાં આરોગ્યનગરના ઢાળિયા પાસે ગાયત્રી મંદિર નજીક આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર જુગાર રમતા હોવાની સ્થાનિક પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી મોબાઈલ ફોન ઉપર આઇપીએલની રાજસ્થાન રોયલ અને સનરાઈઝ હૈદરાબાદ વચ્ચે ચાલતી મેચ ઉપર હાર જીતનો સટ્ટો રમતા હોવાનું ધ્યાન ઉપર આવ્યું હતું જેથી પોલીસે 20,000 રૂપિયાની કિંમતનો મોબાઇલ ફોન કબજે કર્યો હતો અને આરોપી સન્ની જયંતીભાઈ માણસુરીયા (24) રહે. આરોગ્યનગરના ઢાળિયા ઉપર ગાયત્રી મંદિર પાસે વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી અને આ શખ્સ દ્વારા મોબાઈલ નંબર 9274114545 ના ધારક સાથે સોદા લખાવવામાં આવતા હોવાનું સામે આવ્યું હતું જેથી આ મોબાઈલ ફોનના ધારક સહિત કુલ બે વ્યક્તિઓ સામે ગુનો નોંધીને પોલીસે બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News