મોરબીના બગથળા ગામે નકલંક દાદાના રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો ભક્તોએ દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લીધો મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત ટંકારાના ગોકુલનગરમાં ફટાકડા દૂર ફોડવાનું કહેવા બાબતે પાઇપ, ધારીયા અને કુહાડી સાથે કાકા-ભત્રીજા ઉપર હુમલો: 6 શખ્સો સામે ફરિયાદ અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો માળીયા (મી)ના કુંભારીયા ગામે ગેરકાયદેસર પવનચક્કી માટે 36 અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તાળાબંધીની ચીમકી ભુજના ખાવડા ગામે કોલી સમાજના લોકો સાથે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી દિવાળીની ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી મહાનગરપાલિકામાં મેયરના અધ્યક્ષસ્થાને પ્રી-મોન્સૂન એક્શન પ્લાનની ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ


SHARE





















મોરબી મહાનગરપાલિકામાં મેયરના અધ્યક્ષસ્થાને પ્રી-મોન્સૂન એક્શન પ્લાનની ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ

આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને મોરબી શહેર અને આસપાસના વિસ્તારોમાં પ્રજાજનોને કોઈ મુશ્કેલી ન પડે તેમજ આપત્તિ વ્યવસ્થાપન સુદ્રઢ બને તે માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા આગોતરું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ અંતર્ગત મહાપાલિકાના મેયર ઉત્તમભાઇ સુરાણીના અધ્યક્ષસ્થાને ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ મહત્વપૂર્ણ બેઠકમાં ટંકારા-પડધરી વિસ્તારના ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ચોમાસા પૂર્વેની કામગીરી અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત બેઠકમાં ડેપ્યુટી મેયર ચિરાગ રાણપરા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન જયંતીભાઈ પંડસુબિયા, દંડક જયેશભાઈ દેસાઇ તેમજ શાસક પક્ષના નેતા શ્રીમતી અર્પિતાબા જાડેજા સહિતના પદાધિકારીઓ અને મહાનગરપાલિકાના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મોરબીના મેયર ઉત્તમભાઇ સુરાણીએ જણાવ્યું હતું કે, “મોરબીના નાગરિકોની સુરક્ષા અને સુવિધા એ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. ચોમાસા દરમિયાન વહીવટી તંત્ર સજ્જ રહે અને પ્રજાને ન્યૂનતમ હાલાકી ભોગવવી પડે તે માટે તમામ વિભાગોને પરસ્પર સંકલન સાધીને કામ કરવા આદેશ આપવામાં આવ્યા છે.” તો ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયા અને અન્ય પદાધિકારીઓએ પણ અધિકારીઓ સાથે વિવિધ વોર્ડની ભૌગોલિક સ્થિતિ અંગે વિગતવાર ચર્ચા કરીને પ્રી-મોન્સૂન પ્લાનનું અમલીકરણ સમયસર થાય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.










Latest News